Gujarat

આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે જામનગર જિલ્લાના ખેડૃતોને ઓનલાઇન અરજી કરવા અનુરોધ

જામનગર તા.૧૭ ફેબ્રુઆરી,ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથીમળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in(આઇ ખેડુત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારાવર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૧-૦૨-૨૦૨૨ થી તા.૨૧-૦૩-૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. આથી ખેડુતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવામાટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૃત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. સને ૨૦૨૨-૨૩ થી ખેડૃતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે જેથી, અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વ્રારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યાબાદ ખેડૃતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયુ છે.

૦૦૦૦૦૦

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *