Gujarat

આખરી જુમ્મા ના દિવસે મસ્જિદો માં “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા’ ના તરાના ગુંજી ઉઠ્યા 

છોટાઉદેપુર જિલ્લા ની મસ્જિદો છેલ્લા જુમ્માહ મા માહે “રમઝાન અલવિદા અલવિદા “ના તરાના થી ગુંજી ઉઠી  આંસુ સાથે માહે રમઝાન  આવતા વર્ષ  પણ લાભ મલે  તે માટે દુઆ માંગવામાં આવી
સમગ્ર છોટાઉદેપુર જિલ્લા ની પુર્વ પટ્ટી ની મસ્જિદો મા પવિત્ર રમઝાન માસ પુર્ણ થવાના આરે હોય મસ્જિદોના પેશ ઇમામો  એ નમાઝ પહેલા અલવિદા નો ખુતબો પઢાવતા છેલ્લા જુમ્માહ મા માહે “રમઝાન અલવિદા અલવિદા “ના તરાના થી ગુંજી ઉઠી હતી    આખોમા ગમના   આંસુ સાથે માહે રમઝાન  આવતા વર્ષ  પણ લાભ મલે ની દુઆ કરતા આખો  મહિનો મુસ્લિમો એ ઇબાદત કરી સાથે  શબે કદ્દર ની શાનદાર ઉજવણી કરાઈ પવિત્ર રમઝાન માસ તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. મુસ્લિમ મહિલાઓ અને બાળકો ઇદ ઉલ ફિત્ર મનાવવા ની તૈયારીઓ મા વ્યસ્ત જોવા મળ્યા દેશ મા  અમન ચૈન ની દુઆ માગવામાં આવી
શુક્રવારે, રમઝાનના છેલ્લા જુમ્માહ (શુક્રવાર), મુસ્લિમોએ અલ્લાહ ની  બારગાહમાં સજદો કરીને નમાઝ-એ-અલવિદા અદા કરી હતી.  રમઝાનનો છેલ્લો જુમ્માહ  ખૂબ વધુ  મહત્વ પુર્ણ હોય છે વડીલો, યુવાનો તેમજ નાના બાળકો પણ મોટી સંખ્યામાં મસ્જિદોમાં નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા પવિત્ર  રમઝાન માસ માં તરાવીહ ની વિશિષ્ઠ નમાજ પઢવામાં આવે છે અને તેમાં કુરાન શરીફને તબક્કા પ્રમાણે પઢવામાં આવે છે. અને માસ ની ૨૭ મી રાત્રીએ કુરાન શરીફને પૂરું કરવામાં આવે છે. આ રાત્રિને શબે કદ્દર ના નામથી ઓળખાય છે. આ રાત્રી એ મુસ્લિમ બિરાદરો આખી રાત જાગીને અલ્લાહ ની ઈબાદતો માં વ્યસ્ત રહે છે  મુસ્લિમ બિરાદરો તરાવીહ બાદ ઈબાદત કરવામાં મગ્ન થઇ જાય છે. તો આ શબે કદ્દર ની ઉજવણી ગત રોજ સમગ્ર પુર્વ પટ્ટી ની મસ્જિદોમા તથા સમગ્ર પંથક માં પરંપરાગત રીતે કરવામાં આવી હતી. રમઝાન માસ નો છેલ્લો શુક્રવાર (જુમ્મા) હોય જિલ્લાની તમામ મસ્જિદો માંથી “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા’ ના તરાના ગુંજી ઉઠ્યા હતા  મુસ્લિમ બિરાદરો એ રમઝાન ના અલવિદા થવાના ગમ સાથે આંખો માંથી અશ્રુ ઓ સાથે અલવિદા ના તરાનાઓ પઢ્યા હતા. મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં અલ્લાહ ની ઈબાદત કરવામાં મશગુલ જણાયા હતા   જુમ્મા ના દિવસે છોટાઉદેપુર જિલ્લાની વિવિધ મસ્જિદોમાં“અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા’ ના તરાના ગુંજી ઉઠ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220430-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *