Gujarat

આગામી સમયમાં સાધુ-સંતો અને સેવાભાવી સંસ્થાના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે

કલેકટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

   ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની પરિક્રમાનું આગવું મહત્વ રહેલું છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે આ ભાવિકોને અસુવિધા ન થાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે ગત બે વર્ષ દરમિયાન લીલી પરિક્રમાનું આયોજન થઈ શક્યું ન હતું.

   આગામી સમયમાં લીલી પરિક્રમાના વધુ સુદ્રઢ આયોજન માટે સાધુ સંતો અને સેવાભાવી સંસ્થાઓના સંચાલકો અને અન્ય સંબંધિતો સાથે પણ બેઠક યોજવામાં આવશે.

    આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પ્રજાલક્ષી કાર્યક્રમના સુચારું આયોજન માટે પણ કલેક્ટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપ્યું હતું.

    આ બેઠકમાં કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર શ્રી  એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *