Gujarat

આગ્રા ખાતે યોજાનાર નેશનલ ચેમ્પિયનશીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભાગ લેશે

નડિયાદ
આગ્રા ખાતે સતત બીજી વખત થોડા નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ સૌપ્રથમ વખત ભાગ લીધો છે. આ ચેમ્પિયનશીપ અને રેફરી સેમિનાર ૩૦ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાવાનો છે. જેમાં થોડા સ્પોર્ટ્‌સ એસોસિએશન ગુજરાતના ૨૩ પ્લેયરો અને ૭ કોચ ભાગ લીધો છે. આ ટીમમાં ફક્ત ખેડા જિલ્લાના ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. જેમાં નડિયાદ વિઝન સ્કૂલ, વસોના પલાણાની વિઝન સ્કૂલ અને માતરના રધવાણજના જેમ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ તથા કોચ ભાગ લીધો છે. થોડા રમત એક પૌરાણિક રમત છે અને જે મહાભારત કાળથી રમાતી આવી છે. જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ વાર ભાગ લેવા જઈ રહ્યું છે. એમ થોડા સ્પોર્ટ્‌સ એસોસિએશન ગુજરાતના જનરલ સેક્રેટરી મેહુલ પરમારે જણાવ્યું હતું. નેશનલ સ્પર્ધામાં બાળકો વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારે તે માટે તેમનો પ્રોત્સાહન સમારંભ કાર્યક્રમ વિઝન સ્કુલ પલાણા ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીગ્નેશ પટેલ, હિનાબેન પટેલ, રાકેશ અમરેલીયા, ગૌરાંગ બારોટ તેમજ બાળકો તથા વાલીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર ચેમ્પિયનશીપનું આયોજન મૈત્રી સંસ્થા નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાત રમત ગમત ક્ષેત્રમાં કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યું છે. ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિને વળગી રહેલી થોડા રમત માટે સૌપ્રથમ વખત રાજ્યએ આગેકૂચ કરી છે. ખેડા જિલ્લાના ત્રણ તાલુકાઓની શાળાના વિદ્યાર્થીઓ આગ્રા ખાતે યોજાનારા થોડા નેશનલ ચેમ્પિયનશીપમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. જેને લઈ ટીમ રવાના થઈ છે. આ નિમિત્તે યોજાયેલા પ્રોત્સાહન કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *