Gujarat

આજથી ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ના રજીસ્ટ્રેશનનો શુભારંભ

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેલ મહાકુંભના કર્ટેન રેઇઝર કાર્યક્રમનો પ્રારંભ કરાયો

૦૦૦૦૦

મેયરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, રમત ગમત વિભાગના અધિકારીઓ, કોચીસ

અને ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા

 

જામનગર તા. ૧૮ ફેબ્રુઆરી, ખેલ મહાકુંભની શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધીની અલગ-અલગ વયજુથમાં વિવિધ ૨૯ રમતોની સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથીરજિસ્ટ્રેશનનો કર્ટેન રેઈઝર કાર્યક્રમથકી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી,જામનગર જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી, રમત-ગમત અધિકારીશ્રીઓ, કોચ તેમજ  ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં.

આ ઓનલાઇન કાર્યક્રમમાં જામનગર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત વિવિધ રમતોમાં શ્રેષ્ઠ કૌવત દેખાડનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેને મેયરશ્રી અને કલેકટરશ્રીએ બિરદાવ્યા હતાં.ખેલ મહાકુંભએ ગ્રામ્ય તેમજ શહેરી ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌવત ઝળકાવવાની તક પુરી પાડે છે. ખેલ મહાકુંભ થકી અનેક ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી દેશને રમત ગમત ક્ષેત્રે નામના અપાવી રહ્યા છે.

 રાજ્યસ્તરે આજથી ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ માટે રજીસ્ટ્રેશન પોર્ટલwww.Khelmahakumbh..gov.inપરથી વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.

આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પંડ્યાપ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગરજિલ્લા રમતગમત અધિકારી શ્રી નીતાબેન વાળાતેમજ જુદા જુદા સ્પોર્ટ્સના કોચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *