Gujarat

આજરોજ તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ વડોદરા ની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે મેઘના સોલંકી દ્વારા આયોજિત “વર્ડ ફિલિંગ

“આર્ટએકઝીબિશન જે તા.૫,૬,અને ૭ નવેમ્બર એમ ત્રણ દિવસ ચાલવાનું છે જેમાં  ચુડા (સોરઠ) ગામનાં વતની તથા ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં શ્રી હિતેષ ભીખુભાઈ નાગાણી જેઓ આ ગ્રુપ એકઝીબીશન માં ભાગ લઈ રહ્યા છે ….હિતેષ નાગાણી જેઓ નાની વય થી આર્ટ માં રસ ધરાવે છે જેઓ રેતીચિત્રો, એક્રેલિક ઓઇલ કલર, એક્રેલિક વોટર કલર,વોટર કલર તથા પેન્સિલ/ પેન વર્ક  જેવા
માધ્યમ દ્વારા ચિત્રો નું સર્જન કરે છે. .તેઓ  છેલ્લા ૩૦  વર્ષોથી આ ફિલ્ડ થી અળગા રહ્યા બાદ કોવિડ એપેડેમિક માં લોકડાઉન દરમ્યાન ફરી પાછી પીછી હાથમાં લેવાનો વારો આવેલ..આ ના ફળ સ્વરૂપે તેના દ્વારા ૩૪ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ ચિત્રો આપને નિહાળવા મળશે .આ ઉપરાંત તેવો ના  વર્ષ ૨૦૨૧-૨૨ માં બનેલા ચિત્રો પણ જોવા મળશે..  તેઓ શ્રી ફોટોગ્રાફી નો પણ શો ધરાવે છે. છેલ્લાં ૩૦ વર્ષ માં ઘણા પ્રસંગો માં ફોટોગ્રાફી કરી ચૂક્યા છે.ખાસ કરીને આરોગ્યના તમામ તાલુકા લેવલ ના કાર્યક્રમોમાં ફોટોગ્રાફી ની સેવા આપી  ચૂક્યા છે આ સિવાય નાના મોટા ઘણા આરોગ્યના  પ્રસંગો માં રંગોળી બનાવી ને પણ લોકોની પ્રશંસા મેળવી ચુક્યા છે.હિતેષ નાગાણી હાલ વડોદરા ખાતે આકૃતિ આર્ટ ગેલેરી માં ગ્રુપ એક્ઝીબિશનમાં પોતાના ચિત્રો રજૂ કરી જુનાગઢ જીલ્લા નું તેમજ ભેંસાણ તાલુકાનું ગૌરવ વધારેલ છે.
મધ્યમ વર્ગ ના પટેલ પરિવારમાંથી આવતા શ્રી હિતેષ નાગાણી નિવૃતિ પછી પેઇન્ટિંગ કામ  બાબતે જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૨૬ માં તેઓનું એક સોલો આર્ટ એકઝીબીશન કરવાની ઈચ્છા છે તથા કોઈ આર્ટ એકેડમી માં જોઈન થઇ કળા ક્ષેત્ર માં આગળ વધવાની મહેચ્છા ધરાવે છે .તેઓ એ હાલ માં યોજાયેલ ધોરણ ૧૦ SSC ની ચિત્રકામ ની પરીક્ષા ૫૩  વર્ષે ની ઉમરે  આપી ને સારા માર્ક સાથે પાસ કરી ને સાબિત કરી આપ્યું કે કલા સાથે તેમનો લગાવ ઉંમર સાથે વધવા પામેલ છે.આ  સાથે આપડે સૌ તેમને આર્ટ એકઝીબી શન માં ભાગ લેવા બદલ  તથા  કળા ક્ષેત્ર તેવો ની સેવાઓ અવિરત ચાલુ રહે  તે માટે અભીનંદન પાઠવીએ ..
🙏🙏..રસિક વેગડા

IMG-20221102-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *