Gujarat

આજરોજ તા.૨૨/૦૯/૨૦૨૨ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્રારા, શ્રી ખી.લ.શાહ

આજરોજ તા.૨૨/૦૯/૨૦૨૨ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્રારા, શ્રી ખી.લ.શાહ બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ મહાલક્ષ્મીબેન અને જગન્નાથ એ.મહેતા શ્રવણમંદોની માધ્યમીક અને ઉ.મા. શાળા ભાવનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના (૧) પો.વા.ઇન્સ વાય.એસ.આયરાવ (૨)પો.વા.સબ.ઇન્સ એચ.એચ.ભટ્ટ તેમજ સંસ્થાના આચાર્યશ્રી શૈલેષભાઇ દવે તથા કચેરી અધિક્ષક સુર્યકાંતભાઇ ચાવડાનાઓની ઉપસ્થીતીમાં તથા ઇન્ટરપીટર શ્રી ભરતભાઇ સોલંકી તથા શ્રી વિરેન્દ્રસિંહ ગોહિલનાઓની મદદથી આશરે ૧૯૩ જેટલા મુકબધિર વિદ્યાર્થીઓને (૧) સાયબર ક્રાઇમ શું છે?(૨)સાયબર ક્રાઇમના પ્રકાર કેટલા?(૩)સાયબર ક્રાઇમથી બચવા માટે શુ કરવુ ? (૪) સાયબર સિક્યોરીટી (૫)સાયબર સેફટી (૬)ચાઇલ્ડ પોર્નોગ્રાફિ વિગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વેબસાઇટસ:-https://cybercrime.gov.in પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી તથા ફરીયાદ નોંધાવતા સમયે શુ શુ દસ્તાવેજો હાજર રાખવા તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી તેમજ વિવિધ પ્રશ્નોત્તરીનુ માર્ગદર્શન પુરુ પાડી સાયબર ક્રાઇમના બનાવો અંગે પ્રોજેકટર દ્રારા માહિતગાર કરી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવેલ.

IMG-20220922-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *