સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા ફોરેસ્ટ ઓફિસ ખાતે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સભ્યોની શુભેચ્છા મુલાકાત બાદ સાવરકુંડલા નોર્મલ રેંજ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આગામી વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે એક મિટિંગ યોજાઈ. વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવા માટે નોર્મલ રેન્જ વન વિભાગ સાવરકુંડલા આર. એફ. ઓ. ચાંદુ સાહેબે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સભ્યો સાથે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી માટે જીણવટભરી વિગતો સાથે વ્યાપક ચર્ચા કરી હતી.
આમ તો પ્રકૃતિપ્રેમી અને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની પ્રત્યે અનેરો લગાવ ધરાવનારા આર.એફ.ઓ. ચાંદુ સાહેબ આપણા સૌરાષ્ટ્રના ગૌરવ સમાન સિંહ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તે અંગે ખાસ્સી જહેમત ઉઠાવી રહ્યાં છે.

