Gujarat

આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમા કાયમ છેલ્લા ક્રમાંકે રહેતો છોટાઉદેપુર જિલ્લો 90.58 % પરિણામ સાથે રાજ્યમાં 10 મા ક્રમાંકે આવ્યો છે,

 

વિઓ: આજે ધિરાણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ,જેમાં રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તારનો અને કાયમ બોર્ડની પરીક્ષાના પરિણામોમાં છેલ્લે રહેવાની છાપ ધરાવતો છોટાઉદેપુર જિલ્લો 90.58% પરિણામ સાથે રાજ્યમાં 10 મા ક્રમાંકે આવ્યો છે,વર્ષ 2017-18 મા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ માત્ર 31.54 % હતુ , ત્યારે ઓછા પરિણામને લઈ જવાબદાર તમામ પરિબળોને તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા એ પછી દૂર કરવામાં આવ્યા જેના પરિણામ સ્વરૂપ બોર્ડની પરીક્ષાના પરિણામોમાં ઉત્તરો ઉત્તર સુધારો વધારો થઈ આ વર્ષે 90.58 %સુધીનું પરિણામ લાવવામાં તંત્ર શિક્ષણ વિભાગને સફળતા મળી છે,સાથે વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ બેટી બચાવો ..બેટી પઢાવોનું સૂત્ર સાર્થક કરતા જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે.પાવિજેતપુરની ખત્રી ફિરદૌસબાનું એ 92.28% મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે જ્યારે મન્સૂરી રુહીનબાનું આરીફભાઈ 91.57% મેળવી બીજા ક્રમાંકે અને કુરેશી જોફિનબાનું ફારૂકભાઈએ 89.86 % મેળવી ત્રીજા ક્રમાંકે રહી છે.જિલ્લાના કુલ 8 કેન્દ્ર પૈકી સૌથી વધુ પરિણામ 98.33% ભેંસવાહી કેન્દ્ર નું જ્યારે સૌથી ઓછું83.85% છોટાઉદેપુર કેન્દ્રનું આવ્યું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220604-134442_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *