ગાંધીનગર
આજે ૫ ડિસેમ્બર બીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા સવારે ૮ કલાક થી સાંજના ૫ કલાક સુધી યોજાશે. જેમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે.
બનાસકાંઠા ૦૯,
પાટણ ૦૪,
મહેસાણા ૦૭,
સાબરકાંઠા ૦૪,
અરવલ્લી ૦૩,
ગાંધીનગર ૦૫,
અમદાવાદ ૨૧,
આણંદ ૦૭,
ખેડા ૦૬,
મહીસાગર ૦૩,
પંચમહાલ ૦૫,
દાહોદ ૦૬,
બરોડા ૧૦,
છોટા ઉદેપુર ૦૩.
કેટલા મતદારો કરશે મતાધિકાર નો ઉપયોગ
બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે ૮ વાગ્યા થી સાંજ ના ૫ સુધી યોજાશે જેમાં કુલ ૨,૫૧,૫૮,૭૩૦ મતદારો મતાધિકાર નો ઉપયોગ કરશે જેમાં ૧,૨૯,૨૬,૫૦૧ પુરુષ મતદારો અને ૧,૨૨,૩૧,૩૩૫ મહિલા મતદારો નો સમાવેશ ઉપરાંત
૮૯૪ થર્ડ જેન્ડર મતદારો દ્વારા મતદાન કરશે. જ્યારે ૧૮,૨૭૧ સેવા મતદારો, ૬૬૦ વિદેશી મતદારો જેમાં ૭૬૪ પુરુષો,૬૯ મહિલાઓ મતદારો નો સમાવેશ થાય છે.
૧૩,૨૦૪ મતદાન મથક નું લાઈવ ટેલિકાસ્ટ
ગુજરાત વિધાનસભા ના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો કુલ બીજા તબક્કામાં ૨,૯૦૪ શહેરી મતદાન મથક સ્થળો પર ૮,૫૩૩ મતદાન મથકો આવેલા છે. જ્યારે ૧૨,૦૭૧ ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર ૧૭,૮૭૬ મતદાન મથકો આવેલા છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ અનુસાર ૫૦% મતદાન મથક ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે જેમાં ૧૩,૨૦૪ જેટલા મતદાન મથકનું સીસીટીવી સર્વે લાઈન્સ ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે જ્યારે પ્રથમ તબક્કામાં પણ ૧૩૦૦૦ જેટલા મતદાન કેન્દ્રનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું.
કેટલા અધિકારીઓ રહેશે હાજર
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પાંચ ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે ચાર ડિસેમ્બર ના રવિવારે તમામ મતદાન મથકના મતદાન પ્રક્રિયામાં હાજર રહેલા કર્મચારીઓને જે તે જિલ્લા ના સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ મશીન ની ફાળવણી કરવામાં આવશે અને ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો ના મતદાન પ્રક્રિયામાં કુલ ૨૯,૦૬૨ પ્રીસાઈડિંગ ઓફિસર, ૮૪,૨૬૩ પોલિંગ ઓફિસર ફરજ બજાવશે.
૧૫ અન્ય રાજયના ૈંઁજી બીજા તબક્કામાં ખાસ ફરજ પર
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠક ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે જેમાં પોલીસ બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાંથી આવેલા ૧૫ જેટલા આઇપીએસ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે આ તમામ અધિકારીઓ ને ગુજરાત વિધાનસભાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને પોલીસ ઓબ્ઝર્વે તરીકેની નિમણૂક કરવામાં આવી છે..
સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૯૩ બેઠકો પર ૨૯,૯૪૭ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે સંવેદનશીલ મથકો ની વાત કરવામાં આવે તો સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે ૯૫૦૦ જેટલા સંવેદનશીલ મથકો પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે, જેમાં જીઁ, ડ્ઢરૂજીઁ, જેવા ઉચ્ચ અધિકારીઓ અમુક ગણતરીના કલાકો માં મતદાન મથકો માં રાઉન્ડ લેશે જ્યારે સંવેદનશીલ મતદાબ મથકો પર ખાસ ઇછહ્લ, મ્જીહ્લ ની ટિમ ને ડિપ્લોય કરવામાં આવશે. જ્યારે અમદાવાદ, બરોડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં વધુ સંવેદનશીલ મતદાન મથકો સમાવેશ થાય છે.
