Gujarat

આઝાદી ના ૭૬ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી અંતર્ગત જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નાં પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

આજે છોટાઉદેપુર  જનરલ હોસ્પિટલ ખાતે ૭૬ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઝવેરભાઈ રાઠવા દ્વારા ધ્વજવંદન માટે ઇન્ચાર્જ સુપ્રીટેન્ડનટ  ડો.સતિષ પ્રસાદ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું , ધ્વજવંદન બાદ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી નાં ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આપણે હજુ પણ કેટલાક કોમવાદી અને જાતિવાદ જેવા દેશમાં રહેલા દૂષણો અને દેશના દુશ્મનો સામે લડી રહ્યા છે તેમાં થી પણ દેશ આઝાદ થાય તે જરૂરી છે.
 તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે આઝાદીની લડાઇમાં દેશ માટે લડનારા અને દેશ માટે બલિદાન આપનારા શહિદ વીરો ને યાદ કરી એ છીએ ત્યારે આપણાં છોટાઉદેપુર ની ભૂમિ પર પણ  ૧૮૫૭ નાં વિપ્લવ વખતે તાત્યા ટોપે ની સેનાએ અંગ્રેજો સામે ભીષણ લડાઈ થઈ હતી જેમાં છોટાઉદેપુર વિસ્તારના પણ ઘણા બધા લોકો આઝાદી ની લડત માં જોડાયા હતા અને દેશ માટે બલિદાન આપીને શહીદ થયા હતા તે નામી અનામી લડવૈયાઓ ને પણ તેઓની શહીદી અને બલીદાન ને યાદ કરી એ તેમ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
ધ્વજવંદન કાર્યક્રમ માં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નાં તમામ અધિકારીઓ/કર્મચારીઓ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા દર્દીઓ નાં સંબધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અનીલભાઈ સુતરીયા એ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220815-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *