આર્યુવેદિક પારુલ હોસ્પિટલ ના સહયોગ થી આણંદ સેન્ટ્રલ ઈદેમિલાદ કમિટી તેમજ એપિક ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલ નંબર 2 ખાતે ફ્રિ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા રોગોના આશરે 200 થી વધારે દર્દીઓ ને ચેકઅપ કરી તેઓનું નિદાન પણ ફ્રિ મા કરવામાં આવ્યું હતું.ચેકઅપ કરેલ દર્દીઓ માંથી દસ દર્દીઓ અલગ અલગ સર્જરી માટે પારુલ આર્યુવેદિક હોસ્પિટલ મા લઈ જવામાં આવશે અને ત્યા ફ્રિ માં ઓપરેશન કરવામાં આવશે કેમ્પમાં પારુલ આર્યુવેદિક હોસ્પિટલ ના જુદા જુદા રોગો ના 13 ડોકટરો હાજર રહી દર્દીઓનું નિદાન કરેલ. આ કેમ્પમાં પૂર્વ પટ્ટી વિભાગ ના કોર્પોરેટરો,સેન્ટ્રલ કમિટીના પ્રમુખ યાવર હુસૈન ઠાકોર,સેક્રેટરી ઐયુબખાન પઠાણ,તથા ટ્રસ્ટીઓ તેમજ હાજી એમ.યુ.મિર્જા,હાજી રિયાજુદ્દીન કાદરી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના વાઇસ ચેરમેન હાજી નશરુદ્દીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સફળ આયોજન ઇમરાનભાઈ વ્હોરા પત્રકાર,મુન્નાભાઈ શેખ,પેઇન્ટર સમીર રાઠોડ,રફીક ભાઈ વ્હોરા,તથા કમિટીના તમામ સભ્યો એ કર્યું હતું.
Attachments area

