Gujarat

આણંદ થી બોડેલી થઈ સ્કેટિંગ કરતાં યુવાન શહીદને શ્રદ્ધાંજલિ આપવા અલ્હાદપુરા આવ્યો ગામમાં તેમનું ફુલહારથી સ્વાગત કરાયું

બોડેલીના અલ્હાદપુરા ના શહીદ થયેલા વીર જવાન તુલસી ભાઈ બારીયા ને પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા આણંદ થી 120 કિલોમીટર કરતા વધારે અંતર કાપી સ્કેટિંગ કરી યુવાન બોડેલી થઈ અલ્હાદપુરા આવ્યા હોય બોડેલી નગરમાં અને અલ્હાદપુરા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
અને આ યુવાન શહીદ જવાનોના પરિવારજનો ને મળ્યો હતો  ધગધગતા તાપમાં ગરમીમાં આ યુવાન ૧૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી  આણંદ થી બોડેલી અલ્હાદપુરા ના શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો હોય ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220415-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *