Gujarat

આણંદના ગામડીમાં પતિ અને સાસરીઓ ત્રાસ આપતા મહિલાએ ચાર સાસરીયા સામે કરી ફરિયાદ

આણંદ
આણંદના ગામડી ગામે રહેતો શખસ દારૂના રવાડે ચડી ગયો હતો અને પત્નીને વારંવાર મારઝુડ કરી તેને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત સાસરિયાએ પણ પરિણીતા પાસે રૂ.પાંચ લાખની માગણી કરી ઝઘડા કરતાં હતાં. આ અંગે મહિલા પોલીસે ચાર સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો. આણંદના રૂપારેલ ટેકરાવાળા ફળીયામાં રહેતા અલ્પાબહેન તળપદા અને તેમની બહેન રૂપલબહેનના તળપદાના લગ્ન આકાશ બાબુભાઈ તળપદા અને સુરેશ બાબુભાઈ તળપદા (રહે.ભાથીજી મંદિર, ગામડી) સાથે પાંચેક વર્ષ પહેલા થયાં હતાં. આ લગ્નના એક વર્ષ બાદ કરિયાવર સાથે વળાવવામાં આવ્યાં હતાં. જાેકે, અલ્પાબહેનના પતિ આકાશ તળપદાએ સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નાની નાની બાબતમાં ઝઘડા શરૂ કરી દીધાં હતાં. સાસરિયાએ પિયરમાંથી રૂ. પાંચ લાખ લાવવાનું કહી મ્હેણાં ટોણા મારવા લાગ્યાં હતાં. બીજી તરફ આકાશ તળપદા દારૂ પીવાની ટેવ હોવાથી રાત્રે દારૂ પી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે પિયર ફરિયાદ કરતાં તેના માતા – પિતા તેડવા આવ્યાં હતાં. જાેકે, સાસરિયાઓએ તેમની સાથે પણ ઝઘડો કરી મારામારી પર ઉતરી આવ્યાં હતાં અને પિયર જવા દીધાં નહતાં. આ ઉપરાંત દિયર સુરેશ બિમાર પડતાં તેની જાણ પિયર કરી હતી. જેથી સાસરિયા વધુ ઉશ્કેરાયાં હતાં અને મારમાર્યો હતો. બાદમાં મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આથી, અલ્પાબહેન પિયર આવી ગયાં હતાં. આમ છતાં સાસરિયા વારંવાર પિયર આવી ઝઘડો કરતાં હતાં. આખરે કંટાળી આ અંગે મહિલા પોલીસ મથકે આકાશ બાબુભાઈ તળપદા, સાસુ હંસાબહેન, સુરેશ બાબુ તળપદા, નયનાબહેન મહેન્દ્ર તળપદા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *