Gujarat

આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા કાર્યશાળા યોજાઈ

આણંદ
કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અને રોકાણકારો તથા સરકારી અધિકારીઓને સંવેદનશીલ બનાવવા આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં કાર્યક્ષમ રોકાણકારો તેમજ સરકારી અધિકારીઓને સ્ટાર્ટઅપના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યશાળાના પ્રથમ સેશનમાં સરકારી અધિકારીઓને સ્ટાર્ટઅપ ઇન્ડીયાના લાભ, સ્ટાર્ટઅપ/ સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે જીઈએમ થી પ્રોક્યુરમેન્ટ, ગુજરાતની ઇકો સિસ્ટામ અને નોડલ ઇન્સ્ટીટ્યુટ વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સ્ટાર્ટઅપ પર ગ્રામીણ અસર તેમજ મહિલાઓની આગેવાની હેઠળ આવતા સ્ટાર્ટઅપ અને તેમના અનુભવો, સંભવિત રોકાણકારો માટે વેન્ચનર ફંડિંગ, સ્ટાર્ટઅપમાં રોકાણના અવસરો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કંઈક નવો વિચાર આવે અને પૂરા દેશમાં છવાઈ જવું હોય તો સ્ટાર્ટ અપના માધ્યમથી બિઝનેસ શરૂ કરી શકાય છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા આણંદ જિલ્લાના ઉદ્યોગકારો અદભુત કામ કરી રહ્યા છે. તેમણે નાના અને મોટા તમામ ઉદ્યોગકારોને એક મંચ પર આવી વિચારોનું આદાન પ્રદાન કરવા જણાવ્યું હતું. હવેના સમયમાં સ્ટાર્ટઅપની જાણકારી ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપની જાણકારી જન જન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટઅપમાં નોંધણી કરાવવા માટે ભારત સરકારના ડીપીઆઇ આઈ.ટી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય છે. સ્ટાર્ટઅપ એક બિઝનેસ છે, પરંતુ આ બિઝનેસમાં તમે કંઈક નવું લઈને આવો છો, કોઈ પ્રોડક્ટમાં કોઈ ખામી હોય તો તેને સુધારો કરીને લઈ આવો છો, સ્ટાર્ટઅપ એટલે એક જગ્યાએથી બિઝનેસ કરીને આખા ભારતમાં વેચી શકીએ તેને સ્ટાર્ટઅપ કહેવાય છે. કૃષિ યુનિવર્સિટી આણંદના સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૮૦ કરતાં પણ વધારે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ છે અને સરકાર પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. આણંદ જિલ્લામાં તમામ ઈન્ડસ્ટ્રીઝ એકમંચ પર આવીને સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટોમને વધુ મજબૂત બનાવવા પર તેમણે ભાર મુક્યો હતો. સરકારી વિભાગના તમામ અધિકારીઓ સ્ટાર્ટઅપ પ્રોગ્રામથી વાકેફ રહે તે જરૂરી છે. સ્ટાર્ટઅપ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના તમામ વિભાગોના સરકારી અધિકારીઓને કાર્યક્રમની જાણકારી હોય તો તેઓ પણ દરેક વ્યક્તિઓને સ્ટાર્ટઅપ કાર્યક્રમથી માહિતગાર કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે સેમકોમ કોલેજ, ઇરમા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટર દ્વારા કોઈપણ વ્યક્તિને સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો ની જાણકારી આપવામાં આવે છે. ગાંધીનગરથી જેમ પોર્ટલની ટીમ સાગર સોની, નિધિ દ્વારા જેઈએમ પોર્ટલ પર સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન અને જેઈએમ પોર્ટલ પરથી કરવાની થતી ખરીદી અને તેની સવિસ્તૃત જાણકારી ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપી હતી. આ સેમીનારમાં કૃષિ યુનિવર્સિટી આણંદના ફૂડ પ્રોસેસિંગના ડીન ડો.સમીત દત્તા, કોલેજ ઓફ હોર્ટીકલ્ચરના ડીન ડો. એન. આઈ. શાહ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *