Gujarat

આણંદની નર્સ નોકરીથી ઘરે ગઈ તો સાસરિયાઓ મકાન ખાલી કરી ભાગી ગયા

આણંદ
મૂળ કચ્છના અને આણંદની તક્ષશીલા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ અનિરૂદ્ધસિંહ પરમાર અને યુવતીને ૨૦૨૦માં કરમસદ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રેમ થયો હતો. બે વર્ષના પ્રેમ બાદ બન્ને પરિવારોની ખુશીથી ૨૫ માર્ચ ૨૦૨૨ ના રોજ કોર્ટ રજીસ્ટર લગ્ન કર્યા હતા.જે બાદ પરિણીતા રહેવા માટે આણંદ તક્ષશીલા સોસાયટીમા પતિ સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમા રહેતી હતી. પરંતુ પાંચેક દિવસ પછી સાસુ તને ઘરકામ કરતા આવડતુ નથી તેમ કહી મહેણાં-ટોણા મારવા લાગેલા અને આ વાત પતિને કરતા પતિ પણ ગુસ્સે થઇ પરિણીતાને ગમે તેમ ગાળો બોલી અપમાનિત કરી હતી. વળી આણંદની ખાનગી હોસ્પિટલમાં સ્ટાફમાં નર્સ તરીકે નોકરી કરતી પરિણીતા નોકરીએથી પરત ઘરે આવે ત્યારે સાસુ-સસરા મ્હેંણા મારી કહેતા કે તારું કામ અમારે કરવુ પડે છે અને તારા પિયરમાંથી કંઇ લાવી નથી તેમ તાડુકી તારો બધો પગાર અમોને આપજે અને અમે જેમ કહીએ તેમ અમારા ઘરે રહેવુ પડશે, પતિ કામધંધો કરતા ન હોય જેથી ઘરખર્ચના રુપિયા પરિણીતા પાસેથી લઈ લેતા હતા. આ ઉપરાંત નણંદ ભુમિકાબેન જયમીનભાઇ પઢિયાર જેઓની સાસરી વિધાનગર હોવા છતાં પરંતુ અવાર-નવાર પરિણીતાને ઘરે આવી ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારતા હતા. આ બાબતે પરિણીતા પતિને આ વાત કરે ત્યારે પતિ પરિણીતાને મારઝુડ કરતા અને અસહ્ય શારિરિક-માનસિક ત્રાસ આપતા હતો.પરંતુ પ્રેમ લગ્ન કરેલ હોવાથી પીડિતા બધુ મુંગા મોઢે સહન કર્યા કરતા હતા. દરમિયાન તારીખ ૧૦ મે ૨૦૨૨ના પરિણીતા હોસ્પિટલ નોકરીએથી ઘરે પરત આવતા ચોંકી ગઈ હતી. સાસરિયા ભાડાનું મકાન ખાલી કરી છુમંતર થઈ ગયા હતા.પરિણીતાએ પતિને વારંવાર ફોન કરતા ફોન ઉપાડેલ નહી જેથી પરિણીતા પિયર જતી રહી અને માતા પિતાને સંપૂર્ણ વિગતો જણાવી હતી.આ અંગે પરિણીતાએ પતિ હરપાલસિંહ, સસરા અનિરૂદ્ધસિંહ, સાસુ જનકબહેન અને નણંદ ભૂમિકાબહેન (રહે. વિદ્યાનગર) સામે ફરિયાદ આપતા મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આણંદ શહેરના લાંભવેલ રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં રહેતી પરિણીતાને સાસરિયાઓએ નાની-નાની વાતમાં અપશબ્દ બોલી ત્રાસ આપ્યો હતો. એક સમય એવો આવ્યો કે નર્સ તરીકે ફરજ બજાવતી પરિણીતા જ્યારે નોકરી પરથી પરત આવી ત્યારે પતિ અને સસરિયાઓ મકાન ખાલી કરી ભાગી ગયા હતા. ત્યાર બાદ પરિણીતાએ પતિને ફોન કરતા ફોન ન ઉપાડ્યો ત્યારે કંટાળી પરિણીતા પિયર આવી ગઇ હતી અને મહિલા પોલીસ મથકે ચાર સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *