આણંદ
આણંદના રૂપારેલ ગામે આવેલા આંબાવાળા ફળિયામાં રહેતા દિલીપ ઉર્ફે ભોલો રાયસંગ તળપદાને ગામમાં રહેતી પરિણીતા સાથે આડોસંબંધ હોવાનો વ્હેમ તેના પતિ પ્રકાશ પરમારને ગયો હતો. આથી, ૨૩મી જૂનના રોજ પ્રકાશ પરમાર અને વિષ્ણુ રાઠોડ (રહે. બોરિયાવી)એ દિલીપ તળપદા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રકાશે ચપ્પાનો ઘા દિલીપને મારી દીધો હતો. જ્યારે વિષ્ણુએ પણ કુહાડીના બેથી ત્રણ ઘા મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે વાસદ પોલીસે દિલીપની ફરિયાદ આધારે પ્રકાશ પરમાર અને વિષ્ણુ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આણંદના રૂપારેલ ગામે પત્ની સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી પતિ અને તેના મિત્રએ ગામનાં યુવક પર ચપ્પા અને કુહાડીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે વાસદ પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.


