Gujarat

આણંદમાં પતિએ જ અંગતપળોનો વિડીયો વાઈરલ કરવાની પત્નીને ધમકી આપી

આણંદ
આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સાથે ખટરાગ થતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેમાં પતિએ અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજના સમયમાં સંબંધોની વિસંગતતા અને વિચિત્રતાઓએ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યું છે તે સમજચિંકો અને સમાજ સુધારકો માટે કોયડો બનતું જાય છે. આણંદના બાકરોલ ગામે રહેતી ૩૦ વર્ષિય યુવતીના લગ્ન ૩ વર્ષ મુંબઇ રહેતા અશોકસિંહ હેમસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સાથે થયાં હતાં. જાેકે, લગ્ન નક્કી થયા બાદ અશોકસિંહ હેમસિંહ ચૌહાણ વારંવાર બાકરોલ આવતો હતો અને યુવતી સાથે અલગ અલગ હોટલમાં રોકાતો હતો. આ સમયે તેણે તેના અંગત પળોના ફોટા અને વીડિયો લીધાં હતાં. બીજી તરફ લગ્ન બાદ મુંબઇ રહેવા ગયેલી યુવતીને કોઇ બાબતે અશોકસિંહ સાથે ઝઘડો થતાં તે પરત બાકરોલ રહેલા આવી ગઈ હતી. વિવાદ વધતા યુવતીએ છુટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. આ વાતને લઇ અશોકસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે અંગતપળોના વીડિયો યુવતી અને તેના પરિવારજનોના મોબાઇલ પર મોકલી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે અશોકસિંહ અને મોબાઇલ ધારક એમ બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Threats-to-make-personal-videos-viral.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *