Gujarat

આણંદમાં મુસ્લિમ સમાજે રન ફોર તિરંગા રેલી યોજી

આણંદ
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા”નું આહવાન કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં હર ઘર તિરંગાને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંતર્ગત શુક્રવારના રોજ આણંદ ખાતે જમિયત-એ-ઉલમા-એ-હિન્દ આણંદ જિલ્લો તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જમિયત-એ-ઉલમા-એ-હિન્દ આણંદ જિલ્લો તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત રન ફોર તિરંગા રેલીમાં કલેકટર મનોજ દક્ષિણી ભાગ લેવા આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા ઉસ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીને પ્રસ્થાન કરાવતા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ૧૩મીથી ૧૫મી સુધી હર ઘર તિરંગાનું આહવાન કર્યું છે. આ આહવાનની મુહિમને આણંદ જિલ્લાના સમગ્ર પ્રજાજનો દ્વારા વધાવી લેવામાં આવી છે. ખાસ કરીને આણંદ જિલ્લાના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો જાેડાયા છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન એમ.જી ગુજરાતીએ સમસ્ત મુસ્લિમ સમાજ આણંદ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના પ્રસંગે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશના મુસ્લિમ સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જાેડાઈ રહ્યા છે. સૌ નાગરિકોને ૧૩મીથી ૧૫ આપણા ઘરે તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવીને આ મહા અભિયાનને સફળ બનાવવાની અપીલ કરી હતી. આ રેલી ગુજરાત ચોકથી નીકળી જુના બસ સ્ટેન્ડ, સરકારી દવાખાનું થઈ ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થઈ હતી. આ રેલીમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. કે. ગરવાલ, રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જાેડાયા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *