Gujarat

આતરસુંબા જે.સી.દાણી વિદ્યાલય ખાતે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા ભાજપ ડૉ. સેલ અને ખેડા જિલ્લા મહિલા મોરચા દ્વારા આતરસુંબા જે.સી. દાણી વિદ્યાલય ખાતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત આજ રોજ મહિલા અને દિકરીઓ માટે હિમોગ્લોબિન ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત સદસ્ય શ રાજેશભાઈ ઝાલા, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ  ધૂળસિંહ સોલંકી, કપડવંજ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શરમિષ્ઠાબેન વાધેલા, કપડવંજ તાલુકા ભાજપ મંત્રી રીનાબેન રાજેશભાઈ શર્મા, પૂર્વ પ્રમુખ  મૂળરાજસિંહ સોલંકી, મહામંત્રી  ગણપતસિંહ રાઠોડ, કપડવંજ તાલુકા સરપંચ એસોશિયેશન ના પ્રમુખ રૂપસિંહ પરમાર, જિલ્લા મંત્રી અને કપડવંજ એપીએમસી ચેરમેન નિલેશભાઈ પટેલ, કપડવંજ તાલુકા મહિલા મોરચાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા ડૉ. સેલની ટીમ, કઠલાલ તાલુકા ભાજપ મહામંત્રી અલ્પેશસિંહ ઝાલા, રશ્મિનભાઈ શાહ, પૂરવ સરપંચ રાજેશભાઈ શર્મા, જે.સી દાણી વિદ્યાલય શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં આગેવાનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220921-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *