જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ
તા.-૦૮/૦૭/૨૦૨૨
આજરોજ તા.૮/૦૭/૨૨ ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સુમારે વેરાવળ ચોપાટી ખાતે ફરજ પર હાજર હોમગાર્ડ જવાન (૧)કૈલાશભાઇ સોલંકી તથા (૨)જયેશભાઇ ગઢીયા ને *એક મહીલા રાત્રીના સમયે ચોપાટી પરથી દરિયામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવામાં આવતા* ઉપરોકત બન્ને હોમગાર્ડના જવાનો ત્વરિત સદરહુ મહીલા પાસે પહોચી મહીલાને આત્મહત્યાનો પ્રયાસ કરતા રોકી સમજાવવા પ્રયત્ન કરેલ પરંતુ મહીલા નહી સમજતા હોમગાર્ડ જવાન *કૈલાશભાઇ સોલંકીએ તાત્કાલિક વેરાવળ સીટી પો.સ્ટે.ની પીસીઆર(ડાયલ-૧૦૦)ને જાણ કરતા પીસીઆર(ડાયલ-૧૦૦)ના ડ્રા.એ.એસ.આઇ. મોહનભાઇ નથુભાઇ તથા પીસીઆર(ડાયલ-૧૦૦) ઇન્ચાર્જ પો. કોન્સ. રાજુભાઇ કાળુભાઇ તથા સાથે પેટ્રોલીંગમાં રહેલ પો. કોન્સ. હિમંતભાઇ નાનુભાઇ તથા કરશનભાઇ જેઠાભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ નાઓ તુરંત જ વેરાવળ ચોપાટી ખાતે પીસીઆર(ડાયલ-૧૦૦) સાથે પહોચી મહીલાને આત્મહત્યાનો પ્રયાસ કરતા અટકાવી* આત્મહત્યાનો પ્રયાસ કરવા જતા મહીલા આરતીબેનને (નામ બદલાવેલ છે.) સામાન્ય ઇજાઓ થયેલ હોય જેથી તુરત જ પીસીઆર(ડાયલ-૧૦૦)માં બેસાડી વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાવી તેઓને આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ પુછતા *પોતાના ઘરે પોતાના પતિ તથા સાસરિયા પક્ષના સભ્યો સાથે કૌટુંબીક ઝઘડો થતા માનસિક ટેન્શનના લીધે આ પગલુ ભરેલનું જણાવેલ જેથી મહીલાના પતિ તથા કૌટુંબીક સભ્યોને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે બોલાવી તેઓની હાજરીમાં બહુમુલ્ય અનમોલ જીવનનું મહત્વ સમજાવી તેમના કૌટુંબીક ઝઘડાનુ નિરાકણ લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતાનુ ઉમદા ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનિય કામગીરી કરેલ છે.*
ગુજરાત પોલીસ તથા રાજય સરકાર માનવતા પ્રત્યે અતિસંવેદનશીલ છે તેનુ એક ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનિય કામગીરી કરતી વેરાવળ સીટી ગીર સોમનાથ પોલીસ.
*સારી કામગીરી કરનાર કર્મચારીઓ-* હોમગાર્ડ જવાન કૈલાશભાઇ સોલંકી તથા જયેશભાઇ ગઢીયા તથા ડ્રા.એ.એસ.આઇ. મોહનભાઇ નથુભાઇ તથા પો.કોન્સ.રાજુભાઇ કાળુભાઇ તથા હિમંતભાઇ નાનુભાઇ તથા કરશનભાઇ જેઠાભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ નાઓએ આ સારી કામગીરી કરેલ છે.

