સનરાઈઝ શાળામાં સ્માર્ટ ક્લાસ સાથે અંગેજી અને ગુજરાતી માધ્યમ માં ધોરણ 11-12 શરુ કરાયા
આજના સમયે જરૂરી એવા NEET -JEE નું શિક્ષણ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને અપાશે
ધોરણ 10 પછી આધુનિક અને સ્પર્ધાત્મક શિક્ષણ મેળવવા પોતાના બાળકને શહેરમાં જ ભણવા મોકલવા એવી છોટાઉદેપુર જિલ્લાના વાલીઓની મજબૂરી છે. છોટાઉદેપુર નગર ખાતે આવેલી સનરાઈઝ ઈંગ્લીશ અને ગુજરાતી શાળાએ આજના સમયમાં જરૂરી એવા આધુનિક શિક્ષણ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થી ઓને મળે તેવા ધ્યેય સાથે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માં ધોરણ – 11-12 ની શરૂઆત કરી છે. જેથી આજ રોજ શાળા ખાતે ધોરણ -11-12 ના વિધાર્થી તેમજ તેમના વાલીઓ માટે સેમિનાર યોજી આજના યુગ નું આધુનિક શિક્ષણ નગરમાં જ મળશે તેવી જાહેરાત કરાઈ હતી ડિજિટલ કલાસરૂમ સાથે ક્વોલિફાઈડ ટીચર્સ સ્ટાફ અને સાનુકૂળ વાતાવરણ માં અહીં નગરમાં જ રહી ધોરણ 11-12 કરી શકશે. સાથે હાયર એજ્યુકેશન માટે જરૂરી એવા JEE /NEET ના કોર્ષ ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને ભણાવશે. તેવું આવેલા તજજ્ઞોએ જણાવ્યું હતું. સેમિનાર માં પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન સોની , રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માધુભાઈ રાઠવા , શાળાના ટ્રસ્ટીગણ તેમજ નગરના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


