આપનાં કાર્યકરો ઉમેદવાર કલાકો સુધી રાહ જોતા રહ્યાં અચાનક રોડ શો નો ફિયાશ્કો થયો…
ઉના ગીરગઢડા તાલુકાના આપના ગણ્યા ગાંઠ્યા લોકો ઉમેદવાર સાથે રહ્યા..
ઊના – ઉના ગીરગઢડા તાલુકાના આપના ઉમેદવારના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલી સાથે રોડ શો ની તૈયારી કરવામાં આવી હતી. અને ઢોલ ત્રાંસા ડી જે સાથે વાહનોનો કાફલો સવારથી શહેરમાં વડવા ચોક વિસ્તારમાં ગોઠવાય ગયો હતો. ગુજરાત પોલીસ સાથે પંજાબ પોલીસ પણ સવારથી બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
બપોરે ત્રણ વાગ્યે ઉમેદવાર અને તેની સાથેના ગણ્યા ગાંઠ્યા લોકો ટેકેદાર વાવટા ઝંડા સાથે આવી ગયા હતા. અને લોકો આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઝલક જોવા રાહ જોઇ રહ્યા હતા. અને રેલી રોડ શો માં માનવમેદની નહીં ભેગી થતાં અચાનક પંજાબ પોલીસ અને આપ પાર્ટીના પ્રચાર વાહનોનો કાફલો સાથે સુત્રોચાર સાથે નિકળી જતાં અને રોડ શો નો ફિયાશ્કો થતાં ઉમેદવાર અને તેના ટેકેદારોમાં ભારે કચવાટની સાથે મોઢું છુપાવવું મુશ્કેલ બની ગયું હતું.
મુખ્ય મંત્રીનો રોડ શો કેન્સલ થતાં ગણ્યા ગાંઠ્યા લોકોની સામાન્ય રેલી મોટર સાયકલ દ્વારા વડલા ચોક થી ત્રિકોણ બાગે આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી વિલા મોઢે રવાના થઈ ગઈ હતી. આમ મોટા ઉપાડે રોડ શો કરવાની આપની આશા પર પાણી ફરી વળ્યા છે. પંજાબનાં મુખ્યમંત્રીના અંગત રક્ષકો એ સવારથી બપોર સુધીનો સમગ્ર માહોલ જાતે નિહાળીને પાર્ટીનાં કાર્યક્રમ અંતર્ગત જાણ કરતા પ્રચાર માટે ઉના આવવાનું પંજાબના મુખ્યમંત્રી એ ટાળ્યું હતું. અને માનભેર બારોબાર નિકળી જતાં આપનો સાવરણો પણ પ્રચારની રેલી પાછળ આવેલી ગાડી હેઠળ કચડાઇ ગયો હતો…


