Gujarat

આમ તો આ રામનવમી એટલે કે રામજન્મોત્સવની યાદગીરી લોકો માટે પણ એક અનોખો અવસર સાબિત થયો.. શોભાયાત્રા દરમિયાન જંગી સ્વયંભૂ લોકજુવાળનો અનોખો સુખદ અવસર બની ગયો.. જાણે સમગ્ર સાવરકુંડલા શહેર રામમયી બની ગયું

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, આ રામજન્મોત્સવ એટલે સ્વયંભૂ લોકજુવાળનો અનોખો પ્રસંગ. હા, એમ તો સુચારું સંચાલન માટે રામજન્મોત્સવ સમિતિ બની હતી પરંતુ આ રામનવમીની શોભાયાત્રામાં જે લોકો જોડાયા તેમાં મોટાભાગના સ્વેચ્છાએ અને સ્વયંભૂ જોડાણ જોવા મળેલ. અહીં રાજકીય પક્ષાપક્ષી નહીં પરંતુ આ રામજન્મોત્સવ છે અને તે નિમિત્તે નીકળેલી શોભાયાત્રા છે એટલે ખરેખર લોકોને એ લ્હાવો માણવો હશે એ સંદર્ભમાં માત્ર સાવરકુંડલા શહેર જ નહીં પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકપ્રવાહ આ શોભાયાત્રાનાં દર્શનાર્થે પણ ઉમટ્યો હોય તેવું લાગતું હતું. જો કે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી લોકોએ આવો કોઈ ઉત્સવ માણ્યો નથી એ કારણ પણ હોય શકે.. કદાચ લોકો અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત થયાં હોય અને આ માટે પ્રભુ શ્રી રામને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પણ પ્રાર્થના કરવા માટે પણ દર્શનાર્થે આવ્યા હોય તેવું પણ બની શકે.. જો કે એ તો લોકો અને ભગવાન જાણે..!! પણ એક વાત સ્પષ્ટ હતી કે ફરી રામજન્મોત્સવ જુવાળ જોવા મળ્યો એ ભગવાન શ્રી રામની કૃપા સિવાય બીજું કશું જ ન હોય શકે.. હા, આ શોભાયાત્રામાં સાધુ સંતો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવા પક્ષોના આગેવાનો પણ સામેલ હતાં એ બીજું કશું નહીં પરંતુ રામકૃપા અને સમયની બલિહારી જ સમજવી.. હા, આ શોભાયાત્રા દરમિયાન શહેરનાં અમુક વિસ્તારોમાં તો સુંદર, આકર્ષક અને નયનરમ્ય શ્રી રામનાં પ્રસંગોની ઝાંકી પણ જોવા મળી હતી. અને લોકોએ તેના દર્શનનો લ્હાવો પણ લીધો અને આ પ્રસંગને જીવનભર યાદ રાખવા માટે જાણે ફોટો સેશન પણ કરાવતાં જોવા મળેલ. ઘણાં યાદગાર પ્રસંગો પૈકી કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબ પણ આ પ્રસંગને મનભરીને માણતાં જોવા મળેલ…!!તો વળી માનવમંદિરના ભક્તિરામ બાપુ તો રામ રંગમાં એવાં રંગાયા કે ઘડીભર સઘળું ભૂલી અને આનંદની છોળો વચ્ચે તલવારબાજીના હેરતભર્યા કરતબ કરતાં જોવા  શ્યામ મિત્ર મંડળ દ્વારા રચિત સુંદર ફ્લોટ જોઈને લોકો એટલાં મંત્રમુગ્ધ થયાં કે ઘણાં લોકોએ  એ પ્રસંગની યાદગીરી રૂપે એક ફોટો સેશન પણ કરાવ્યું.. તો સાવરકુંડલા શહેરનાં નગરપાલિકા સદસ્યા દક્ષાબેન ભાવેશભાઈ કવાની માત્ર સાત વર્ષની દિકરી સાક્ષી આ શોભાયાત્રા દરમિયાન નાના ભૂલકાઓને પિપરમેન્ટ પ્રસાદ વિતરણ કરતી જોવા મળેલ. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી અને શરબતના સ્ટોલ ઉભા કરી સેવાભાવી લોકો પણ પાણી અને શરબત પીવડાવવાનું પુણ્ય કાર્ય પણ કરતાં જોવા મળેલ. આ રથયાત્રા ખાસયાદગાર પ્રસંગ તો જ્યારે આ શોભાયાત્રા રિધ્ધિ સિધ્ધિ મહાદેવ ચોક પાસે આવી પહોંચી ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ  આ શોભાયાત્રામાં પધારેલ હિંદુ આગેવાનોનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. આમ આ રામનવમી રથયાત્રા દરમિયાન હિંદુ મુસ્લિમ એકતાના પણ ભવ્ય દર્શન થયાં. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જતીનભાઈ બનજારા અને ડીંપલબેનની લાડકવાયી દિકરી જૈનીબેન પોતે પણ આજે આ શોભાયાત્રાનાં દર્શનાર્થે થનગની રહી હતી. અને જૈનીબેનના ઉમળકાને અનુલક્ષીને આ નાનકડી જૈનીબેન પણ તેના વાલી સાથે  શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા દોડી ગયા.  આ સમય દરમિયાન આ નાનકડી દિકરી જૈનીબેને પણ ગૌશાળાના ઢાળ પાસે જે સુંદર અને નયનરમ્ય ફ્લોટ હતાં તેની સંગે ફોટો પડાવી પોતાને પણ આ શોભાયાત્રાની યાદગીરી સ્વરૂપે એ ફોટોઓને પોતાના આલ્બમમાં સંગ્રહિત કરવાનો નિર્ણય કર્યો હતો..આમ ખરેખર ભગવાન શ્રી રામ જ કલ્યાણકારી છે એવી ભાવના લોકજીવનમાં પ્રબળ થતી જોવા મળી. આવી જ પરિસ્થિતિ જો હમેશાં માટે સમગ્ર દેશમાં નિર્માણ પામે તો ભારત દેશને વિશ્ર્વગુરુ બનતાં કોઈ પણ ન રોકી શકે એ બાબત આવાં સુંદર પ્રસંગ પરથી ફલિત થાય છે. અંતે તો સબ એક હૈ.. એકતા જ આ અવસરનો શુભ સંદેશ જણાય છે.. હા, રામ કી ચિડિયા રામ કા ખેત ખાલે ચિડિયા ભરભર પેટ.. આ શોભાયાત્રાના દર્શનનો લાભ લગભગ પચાસ હજાર કરતાં વધુ લોકોએ તો લીધો જ હતો એવો પ્રાથમિક અંદાજ છે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા પણ ખરેખર ખૂબ સુંદરરીતે તેની ફરજ બજાવતા જોવા મળ્યાં હતાં..

Screenshot_20220411-141334_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *