Gujarat

આમ તો ચૂંટણી પર્વની વેળા એટલે મતદાનનું મહાપર્વ ગણાય. જેમાં પણ પ્રથમ વખત મતદાનનો લ્હાવો લેતાં યુવાધનનો થનગનાટ કંઈ ઓર હોય

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

આમ તો ચૂંટણી પર્વની વેળા એટલે મતદાનનું મહાપર્વ ગણાય. જેમાં પણ પ્રથમ વખત મતદાનનો લ્હાવો લેતાં યુવાધનનો થનગનાટ કંઈ ઓર હોય છે. આમ તો સાવરકુંડલા કે. કે હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને હાલ સુરત ખાતે શહેરની શ્રેષ્ઠ પૈકીની એક્સપેરિમેન્ટલ સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતાં કિશોરભાઈ એન. જાનીના સુપુત્ર જલધિરાજ કિશોરકુમાર જાનીએ રાષ્ટ્ર હિતમાં પોતાના પહેલી વખતના મતાધિકારને પરોપકારી કર્મથી જીવનભર યાદગાર બનાવવા મતદાન પણ કર્યું હતું અને મતદાનના બીજા દિવસે જ રક્તદાન પણ કર્યું આમ એક મજબૂત રાષ્ટ્રની સંકલ્પના આવા સેવાભાવી નવલોહિયો યુવાનો જ સાકાર કરશે એવું પ્રતિત થાય છે.

IMG-20221203-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *