બોટાદ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ કેમિકલ કાંડ મામલો જેને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામેલ છે. કેમિકલ જે જગ્યા પરથી આવ્યું તે આમોસ કંપનીના સંચાલક સમીર પટેલ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા બે વાર સ્મન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે તેમ છતાં કોઈ હાજર ન રહેતા લુક આઉટ નોટિસ પાઠવી પોલીસ દ્વારા તમામના રહેણાંકી બાંગ્લા પર પણ તપાસ કરી હતી. સમીર પટેલ સહિતના લોકોએ આગોતરા જામીનને લઈ અરજી કરી હતી.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠાકાંડની ચર્ચા સમગ્ર દેશમાં થવા પામી હતી અને સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં કેમિકલનો ઉપયોગ થયો હોય જેને લઈ કેમિકલ જે જગ્યા પરથી મળી આવ્યું તે આમોસ કંપનીના મલિક સહિત અન્ય ૪ લોકો મળી કુલ ૫ લોકોને પોલીસ દ્વારા સ્મન્સ પાઠવી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવેલ પણ સમીર પટેલ સહિત કોઈ પણ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવેલ હતી. તેમ છતાં સમીર પટેલ સહિત અન્ય ૪ લોકો હાજર થયેલ ન હતા. સમીર પટેલ તેમજ અન્ય ૪ લોકો મળી કુલ ૫ લોકોએ બરવાળા તેમજ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હાને ધ્યાને રાખી બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન કરવામાં આવેલ. જેને લઈ તારીખ ૬ ઓગષ્ટ અને ૧૦ ઓગષ્ટના રોજ વકીલોની દલીલ બાદ આજે બોટાદ સેસન્સ કોર્ટ દ્વારા તમામ બને પોલીસ સ્ટેશનની મળી ૧૦ આગોતરા અરજી ના મંજુર કરવામાં આવેલ. સરકારી ખાસ વકીલ તરીકે ઉત્પલ દવે દ્વારા આગોતરા જામની ના મંજુર કરવા રજુઆત કરાઈ હતી. લઠાકાંડને લઈ બોટાદ સેસન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો કર્યો છે.


