Gujarat

આરોપી ઉસ્માનીના બેંકમાં ૧૧ લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા

અમદાવાદ
ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી કમરગની જ આ કેસમાં મહત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. મૌલાનાએ ૨૦૨૧માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, તેમાં ૧૧ લાખથી વધુ રૂપિયા પતા અને તેમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ખુલાસા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ત્રિપુરામાં યુએપીએ હેઠળ કેસ નોંધાયો તેના વકીલને પણ ૧.૫૦ લાખ એમાંથી આપ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં તેની શંકાના આધારે હવે ઇડી પણ આ મામલે તપાસમાં જાેડાશે. કમરગનીનો મોબાઈલ મહત્વપૂર્ણ સાબિત થશે દિલ્હીના મૌલાના કમરગનીની અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. જે અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસના સુત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમરગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વનો છે. કમરગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે એફએસએલને ડિવાઇસ આપવામાં આવ્યા છે. જેમાંથી હવે જે ડેટા રિકવર થશે તેના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમરગનીના તાર ક્યાં સુધી ઘુસેલા છે તે જાણવા મળશે. ે દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હત્યાના પ્લાન ઘડાવી દીધો હતો. આ કૃત્ય અંગે ધર્મમાં કોઇ ગુનો નથી તેવું સમજાવીને કટ્ટરતા ઊભી કરી હતી. એટલું જ નહીં, આ હત્યા થયા પહેલાં જ આરોપીને લીગલ મદદ કરવાની તૈયારી બતાવી હતી. કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું. આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા. ‘તૈહરી કે ફરોકી’ ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જાેડાયેલું છે, કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે, તે લોકોની એટીએસએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્‌સની મદદ લેવાઈમાં આવી છે.

Usmani-of-Kamarg.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *