મકસુદ કારીગર,કઠલાલ
લિંગભેદને કારણે સમાજમાં ઉભી થઈ રહેલી સમસ્યાઓ પર અંકુશ લાદવાના આશયે તા.6/06/2022ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે જેન્ડર મેઈન સ્ટ્રીમિંગ વિષયે એક દિવસનો વર્કશોપ યોજાયો જેમાં ઠાસરા, ગળતેશ્વર, આંકલાવ, બોરસદ તથા આણંદ જેવા વિસ્તારોમાં સામાજિક કાર્ય કરનાર ભાઈ બહેનોએ ભાગ લીધો.
પ્રસ્તુત વર્કશોપનું સંચાલન પરસિસબેન તથા પ્રિયંકાબેન મારફતે થયું હતું જેમાં તેમણે જેન્ડર સિસ્ટમ, જાતીય સમાનતા, જેન્ડર મુદ્દે વ્યક્તિગત, ગ્રામ્ય અને સંસ્થા સ્તરે સંવેદનશીલતા, રિપોર્ટિંગ, મોનીટરીંગ, નીતિઓ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત સમજ પુરી પાડી હતી. સમગ્ર તાલીમ દરમ્યાન આશાદીપના ડાયરેક્ટર ફા. જ્હોન કેનેડી ઉપસ્થિત રહ્યા હતા.


