Gujarat

ઇંગોરાળાના શ્રી વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરીયાનું અવસાન બાદ તેમના કુટુંબીજનોએ સ્વ.ના ચક્ષુદાનનો નિર્ણય કર્યો..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ઇંગોરાળાના શ્રી વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરીયાનું અવસાન થતાં તેમના કુટુંબીજનોએ સ્વ. ના ચક્ષુદાનનો નિર્ણય કરી દામનગર પરમાર્થ ગ્રુપના દર્શનભાઈ માધવાણી અને રજનીભાઈ ધોળકિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસનો સંપર્ક કર્યો અને મેહૂલભાઈ દ્વારા ચક્ષુદાનની પ્રકિયા પૂર્ણ કરવામાં આવી. આ ચક્ષુદાન પ્રક્રિયામાં મેહૂલભાઈ વ્યાસની સાથે મનીષ પરમારનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.. આમ હવે સાવરકુંડલા શહેરના મેહૂલભાઈ વ્યાસ દ્વારા માત્ર સાવરકુંડલા શહેર જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં પણ આ ચક્ષુદાનની સેવાનો વ્યાપ વધતો જોવા મળે છે. મેહૂલભાઈ વ્યાસ પોતે સ્વ. ખર્ચે આવાં  સેવાકાર્યો કરતાં જોવા મળે છે. તેમની આવી ઉમદા માનવસેવાની પ્રવૃત્તિની સુવાસ  સમગ્ર અમરેલી જીલ્લામાં પ્રસરતી જોવા મળે છે

IMG-20220310-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *