રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર ની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષી રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા સ્ટાફના માણસો ધોરાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના પો.કોન્સ અરવિંદસિંહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિંહ વાળા તથા પો.કોન્સ રવિરાજસિંહ જાડેજાને સંયુક્ત હકીકત મળેલ કે ભુખી ગામની સામાકાંઠાવાળી સીમમાં ચિમનભાઇ રધુભાઇ મેણીયા તેના મળતીયાઓ સાથે પોતાની કબજા ભોગવટાની ખેતીની જમીનમાં વાવેલ ઘઉંના પાકમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોકકસ અને ભરોસા પાત્ર હકીકત મળેલ હોય જે અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીસ દારૂ નો જથ્થો મળી આવતા ધોરાજી પો.સ્ટેમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આરોપી
(૧)- ચિમનભાઇ રઘુભાઇ મેણીયા રે-ધોરાજી ચાપાતર ગામ
(ર)-મુળુભાઇ નારણભાઇ ભારાઇ રે-ભુખી ગામની ભાદર સામાકાંઠાની સીમ તા-ધોરાજી (૩)-ભીખાભાઇ ઉર્ફે બદ્રી નારણભાઇ કોડીયાતર રે-મુખી ગામ તા-ધોરાજી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૨)- મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦/
(૧)- મેકડોલ્સ નં.-૧ સુપીરીયર વ્હીસ્કી બ્રાન્ડની બોટલ નંગ-૯૬ જેની કિ.રૂ.૨૮૮૦૦/~~ મળી કુલ રૂપીયા ૩૨,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ
(૧)-એ.બી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર ધોરાજી પોસ્ટે
(ર)-હિતેષભાઇ બાબુભાઇ ગરેજા એ.એસ.આઇ ધોરાજી પોસ્ટ
(૩)-અરવિંદસિંહ દાનુભા પો.કોન્સ ધોરાજી પોસ્ટે
(૪)-રવિરાજસિંહ બાપાલાલસિંહ પો.કોન્સ. ધોરાજી પો
(૫)-રવિરાજસિંહ ધેલુભા પો.કોન્સ. ધોરાજી પોસ્ટે
(૬)-સુરપાલસિંહ જયદેવસિંહ પો.કોન્સ ધોરાજી પોસ્ટે
(૭)-નાશીરભાઇ હબીબભાઇ પો.કોન્સ ધોરાજી પોસ્ટ