ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના ઉપ પ્રમુખ તેમજ ટ્રસ્ટી આલાભાઇ ઓડેદરા, ટ્રસ્ટી મુળુભાઇ ઓડેદરા, ટ્રસ્ટી રાજુભાઇ રાતીયા, વેરાવળના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને શક્તિ સેના ના કો ઓર્ડીનેટર રાણાભાઈ ઓડેદરા એ સ્વ. કે.જી. ચૌહાણ મેર કન્યા છાત્રાલય અને શાળા સંકુલની મુલાકાત લઈ શાળા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર નેભાભાઈ ઓડેદરા અને આચાર્યા શ્રીમતી રમાબેન ઓડેદરા સાથે વાર્તાલાપ કરી સંકુલમાં અભ્યાસ કરતી દીકરીઓ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આલાભાઈ ઓડેદરા, રાણાભાઇ ઓડેદરા અને રમાબેન ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું, તેમાં રાણાભાઇએ દીકરી તરીકે જીવનના ત્રણ તબક્કા માં તેમનું કર્તવ્ય અને જવાબદારી શું એ વિશે સમજાવ્યું. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓ વિશે કેમ્પસ ડાયરેક્ટર ઓડેદરા સાહેબ પાસેથી માહિતી મેળવી. દીકરીઓ સાથે બેસીને યુક્ત સર્વે મહાનુભાવોએ ભોજનની ગુણવતા ચકાસી. સારી ગુણવતા યુક્ત ભોજન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક પાથરણે બેસીને જમવાના જ્ઞાતિ આગેવાનોના વિચારથી દીકરીઓએ પણ હર્ષની લાગણી અનુભવી….

ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના ઉપ પ્રમુખ તેમજ ટ્રસ્ટી આલાભાઇ ઓડેદરા, ટ્રસ્ટી મુળુભાઇ ઓડેદરા, ટ્રસ્ટી રાજુભાઇ રાતીયા, વેરાવળના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
ગિરગઢડા
ભરત ગંગદેવ.

