ગાંધીધામ
આરએફઆઈડી સીસ્ટમમાં નોંધણી અને પરવાનગીઓની પ્રક્રિયાઓમાં ટ્રાન્સપોર્ટરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરએફઆઈડી સીસ્ટમનો આ કિસ્સોમાં એટલે કે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે ગઈકાલે ઇહ્લૈંડ્ઢ સિસ્ટમ મામલે પરિવહન કરતા વાહનોને પડતી અગવડતાને લઈ લોકલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કામગીરી બંધ રખાઇ હતી, તે ગઈકાલ રાત્રેજ પોર્ટ તંત્ર સાથેની બેઠક બાદ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અને બન્ને પક્ષે સમાધાનકારી ર્નિણય આવતા પોર્ટ ખાતે પરિવહન કાર્ય ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. આ વિશે પોર્ટના જન સંપર્ક અધિકારી ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે દેશના અન્ય બંદરો સાથે અહીં પણ સલામતીના ભાગરૂપે લાગુ કરવામાં આવેલી ઇહ્લૈંડ્ઢ સિસ્ટમથી જે કોઈ પરિવહન કરતા વાહનને સ્કેન દરમ્યાન વાંધો આવશે તો તેઓને મેન્યુલી પ્રવેશ આપવાનું ટ્રક માલિકો સાથેની બેઠકમાં નક્કી થયું હતું. જેના બાદ રાત્રીના ૯ વાગ્યાથી પોર્ટનું કાર્ય રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાના ગેટ નં. ૧ પર માલવાહક વાહનોના પ્રવેશ માટે લાગુ કરાયેલી આરએફઆઈડી સીસ્ટમમાં નોંધણી અને પરવાનગીઓની પ્રક્રિયાઓમાં ટ્રાન્સપોર્ટરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ચણભણાટ લાગુ થયા બાદ થી જ વ્યક્ત થઈ રહ્યો હતો, રહી રહીને સામે આવી રહેલા વિરોધનો સુર અંતે શનિવારે ફરી વાર ઠોસ રૂપે સીસ્ટમ લાગુ કરાતા કામ બંધ કરવાના રૂપે ઉઠયો હતો. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું કે નોંધણી અને પરવાનગી એમ બન્ને પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ પણ ટ્રકો જ્યારે ગેટ પર પહોંચે છે ત્યારે તેમને સીસ્ટમ ઓળખી ન શકતું હોવાથી પરત ફરવાનો વારો આવી રહ્યો છે, જેના કારણે ભારે નુકશાની અને પરેશાનીનો સામનો ટ્રાન્સપોર્ટરો કરી રહ્યા છે. મોડી રાત સુધી પોર્ટ અધિકારીઓ સાથે ચાલેલી મેરેથોન બેઠકોના દોરના અંતે આનું સુખદ સમાધાન આવ્યું હતું. કંડલામાં એન્ટ્રી માટે લાગુ કરાયેલી આરએફઆઈડી સિસ્ટમના લીધે ટ્રકોને થતી પરેશાનીની કંટાળીને ટ્રાન્સપોર્ટરો દ્વારા શનિવારના સવારના ૮ વાગ્યાથી ટ્રકોને રોકીને કામકાજ ઠપ્પ કરી દીધું હતું, જેના કારણે અંદાજે ૭ હજાર ભારે વાહનોના પૈડા થંભી જતા ટ્રકોના થપ્પા લાગ્યા હતા. હાલ આ સીસ્ટમ માત્ર ગેટ નં. ૧ પર લાગુ છે,પરંતુ બીજા ગેટ પર પણ ટ્રાન્સપોર્ટરોએ કામ બંધ કરી દેતા પોર્ટમાં લાંગરેલા ૭ જહાજ પ્રભાવિત થયા હતા અને એક રીતે પોર્ટનું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. જેના કારણે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સવારથી ટ્રાન્સપોર્ટરો સાથે આ સમસ્યાનો હલ કાઢવા બેઠકોનો સિલસિલો શરૂ થયો હતો. બપોરે ગાંધીધામ માં ગાંધીધામ લોકલ ટ્રક એસો., ગાંધીધામ ડમ્પર એસો., ટિમ્બર, ટ્રક મીઠા એસો. ના આગેવાનો અને સભ્યોએ બેઠક કરીને ચર્ચા કરી હતી. અંતે મોડી રાત્રે ૯ વાગ્યે ટ્રાફિક મેનેજર જી.આર.વી. પ્રસાદ રાવ, વિભાગીય વડાઓ અને જનસંપર્ક અધિકારી સાથે મળેલી બેઠકમાં સમાધાન થતા રાત્રીના ૯ વાગ્યા આસપાસ ટ્રાફિકની ગતિવિધી ફરી શરૂ થઈ ગઈ હતી. ગાંધીધામ લોકલ ટ્રક ઑનર્સ એસો. ના એક સભ્યએ જણાવ્યું કે આરએફઆઈડી સીસ્ટમ સિવાય પણ વાહનને પ્રવેશ મળે, પોર્ટમાં આઠેય વે બ્રીજ (કાંટા) સપ્તાહમાં ચાલુ કરાય અને પોર્ટના કર્મચારીઓ સવારના ૧૦ની જગ્યાએ ૮ વાગ્યે આવે તે મહત્વપુર્ણ માંગણીઓને પોર્ટ પ્રશાસને મોડી રાતે માન્ય રાખતા ફરી કામકાજ શરૂ કરી દેવાયું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે દેશના દરેક અન્ય પોર્ટ પર લાગુ થઈ ચુકેલી આરએફઆઈડી વ્યવસ્થા સુરક્ષા કારણોસર અનિવાર્ય છે, દરેક નવી સિસ્ટમને લાગુ થવામાં સમસ્યાઓ, બાધાઓ આવે છે, જે માટે સહુ સહયોગ આપે તેવી અપીલ છે. હાલ સીસ્ટમમાં થયેલી નોંધણી ની પ્રક્રિયામાં પરવાનગી સીસ્ટમમાં ન મળેલી હોવાનું દર્શાવે છે, તેમને મેન્યુઅલ પ્રવેશ આપવાનું બેઠક બાદ નક્કી કરાયું છે, પોર્ટનું કામકાજ હાલ સુચારુ રુપે ચાલી રહ્યું છે.