ગાંધીનગર
વિશ્વની સૌથી મોટી મુશીબત એટલે પર્યાવરણને બચાવવાની મુશીબત લોકો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલી ઇશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે ‘માટી બચાવો- સેવ સોઇલ’ના એમઓયુ કર્યા છે. અમદાવાદની એક હોટેલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સદગુરુની હાજરીમાં એમઓયુ થયા હતા. આ એમઓયુનો હેતુ માટીને રણમાં ફેરવતી અટકાવવાનો હોવાનું સરકારી સૂત્રોનું કહેવું છે. સદગુરુની હાજરીમાં કરાયેલા એમઓયુનો હેતુ ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા તેમ જ વૃક્ષારોપણ, માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ચેરનાં વૃક્ષના આવરણથી ગ્રીન કવર વધારવાનો છે. ‘માટી બચાવો’ના અભિયાન હેઠળ સદગુરુ ૧૦૦ દિવસની ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે.
