રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના ઈશ્વરપુરા ગામે શ્રી સંતરામ મંદિર ખાતે ૧૬ મો સાકરવર્ષા મહોત્સવ ઉજવાયો જેમાં શ્રી સંતરામ મંદિર નડિયાદ થી પરમવંદનીય સંતગણ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે કપડવંજ વિધાનસભા ના નવનિયુક્ત ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઇશ્વરપુરા ના સમગ્ર ગ્રામજનો સરાલી ગ્રામપંચાયતના સરપંચ તેમજ આજુબાજુના ગ્રામજનો પણ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.તેમજ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી.


