ઊના ગીરગઢડા રોડ પર પેટ્રોલ પંપ પાસે એક છકડો રીક્ષા માલસામાન ભરેલ હોય રસ્તા પર આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવી રોડ પર ચડતી વેળાએ અચાનક પલ્ટી મારતા રીક્ષાનો આગળનો ભાગ ઉચો થઈ ગયો હતો.
આ ઘટના વખતે રીક્ષામાં માલસામાન ભરેલા પ્લાસ્ટિકના બચકા રસ્તા પર પથરાઈ ગયેલ હતા. અને રીક્ષા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટના બનતાં આજુબાજુ માંથી પસાર થતાં લોકો એકઠાં થઈ ગયેલા અને રીક્ષાને સીધી કરી હતી. આ ઘટના બનવાનું કારણ છકડો રીક્ષામાં ઓવરલોડ માલ સામાન ભરેલ હોય જેથી અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ હતી. અને કોઇ જાનહાનિ થઈ ન હતી..

