કૌભાંડની ઉના પોલીસમાં તા.૩૦ ઓગસ્ટ ૨૦૨૨ના લેખિત અરજી કરેલ છતાં આજ સુધી ફરિયાદ નોંધાઈ નથી.
ઉના તાલુકાના ખાપટ ગામે આવેલ બ્રાન્ચ પોસ્ટ આ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં પોસ્ટ માસ્તર દિવ્યેશ થોભલભાઈ બારડ રહે.ડોળાસા વાળા એ ગ્રામજનોના બચત ખાતા, વિમા કવચ, વિધવા મહિલા, શ્રમિક, ખેડુતો લોકોના પોસ્ટખાતા માંથીબોગસ સહિતથી ઉપાડી જુદી જુદી રીતે અંદાજીત ચાર થી પાંચ વર્ષની બચત ખાતામાંથી પોસ્ટ માસ્ટરની ફરજ દરમિયાન અંદાજીત રૂ.૨૫ લાખથી વધુની રકમ ઉપાડી કૌભાંડ કરી ફરાર થઈ ગયો છે. તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પગલા લેવા ભારતીય કિશાન સંઘના પ્રમુખ બાબુભાઈ અરજણભાઈ મકવાણાએ ગીર જિલ્લા પોલીસ એસ પીને લેખિત રજૂઆત કરી છે.
