ગિરગઢડા
ભરત ગંગદેવ.
પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ના અધ્યક્ષ હર્ષદ બાંભણીયા દ્વારા રાજ્ય ના વન અને પર્યાવરણ મંત્રી ને લેખિત ફરિયાદ કરવા માં આવી આ ફરિયાદ માં જણાવેલ વિગત મુજબ
ઉના તાલુકા ના ઉમજ, પાતાપુર, કાંધી, ધોકડવા આવા અનેક ગામડાઓ માં બેફામપણે વૃક્ષ કટિંગ થઈ રહયા છે તેમજ ઉમજ ગામ માં આવેલ શ્રી સરકાર, ગૌચરણ અને ફોરેસ્ટ વિભાગમાં આવતા વિસ્તારોમાં અમુક આવારા તત્વો દ્વારા છેલ્લા પાંચેક વર્ષ થી બેફામ વૃક્ષો કટિંગ કરી હજારો ટન વૃક્ષો કોઈ પણ જાતની પાસ પરમીટ કે પરમીશન લીધા વગર બારો બાર ફેક્ટરીમાં વંહેચી દેવામાં આવે છે તેમજ આ આવારા તત્વો અને ભૂમાફિયાઓ દ્વારા ડુબ્લીકેટ બોગસ ગ્રામ પંચાયત ના દાખલા બનાવી તેમજ મામલતદાર કે જંગલ ખાતાની પરમીશન લીધા વગરજ તેમની માલિકી નાહોય તેમ ખુલેઆમ વૃક્ષ કટિંગ કરી બારોબાર ફેક્ટરીઓમાં વ્હેચાણ કરવામાં આવી રહયું છે આવી રીતે દરરોજ પચાસ થી સો જેટલા ઇસમો દ્વારા આ વૃક્ષો નું કટિંગ કરી સપ્લાય કરતા હોય અને જે જે ગામની બીટ લાગુ પડતી હોઈ ત્યાના ફોરેસ્ટ અધિકારીઓ ક્યારેય ત્યાં આવતા નથી કે દેખાતા નથી જે ફોરેસ્ટ અધિકારી ની બીટ લાગતી હોય તેની પણ મિલીભગત હોઈ તેવું પણ આ અરજીમાં દર્શવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ મોટી ઈમારત ના વૃક્ષોના સપ્લાય તે વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ ની મીઠી નજર સામે થતું હોઈ તેમ દેખાઈ આવે છે તેમજ અનેક ગ્રામ જનો ની અનેક રજૂઆત કરવા સતા આજ દિન સુધી આ વૃક્ષ સપ્લાય બંધ થયું નથી તેમજ આ વૃક્ષો કટિંગ કરી મોટા વાહનો જેવાકે ટ્રક જેવા વાહનો માં થતી હોય જેના અમારી પાસે પુરાવા જેવાકે ફોટા વિડીઓ પણ અમારી પાસે છે જેથી આ પર્યાવરણ નો નાશ કરનાર આવારા તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવા માં આવી છે અને આમાં સંકળાયેલ ફેકટરીઓ કારખાના અને પર્યાવરણ નો નાશ કરનાર પર્યાવરણ ના દુશમનો અને દલાલો જે ગેરકાયદેસર વૃક્ષો કટિંગ કરી બારોબર સપ્લાયર કરી રહયા છે તેની સામે કડક માં કડક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવા માં આવી છે
વધુમાં જણાવેલ કે રજૂઆત ધ્યાને લેવામાં નહિ આવે કે કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો આપના વિરોધ માં હાઇકોર્ટ માં પીટીશન દાખલ કરવાનું પણ જણાવ્યું હતું


