Gujarat

ઉના નવયુક કોળી મંડળ આયોજીત સમૂહ લગ્નમાં જોડાનાર ૨૧ દિકરીઓને કરીયાવર અર્પણ કરાયો..

 

પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનું અમુલ્ય યોગદાન…

ઊના  – નવયુવક એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા નવયુવક કોળી મંડળ આયોજીત તૃતિય (ત્રીજા) સમુહ

લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૩ ફેબ્રુ. ના રોજ યોજાનાર આ સમુહ લગ્નમાં

ઉના શહેર તથા તાલુકાના કોળી સમાજના ૨૧ નવયુગલો પ્રભુતાના પગલાં પાડનાર છે. ત્યારે વર્તમાન

કોરોનાની મહામારીને ધ્યાને રાખીને આ સમૂહ લગ્ન એકીસાથે એક સ્થળે યોજવાના અગાઉના નિયત કાર્યક્રમને મોકુફ રાખી દરેક કન્યાઓના ઘર આંગણેથી લગ્નવિધિ યોજાઈ અને કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાની સાથે દિકરીઓને પિતાના ઘરેથી વિદાય આપવાનો નિર્ણય આ સમુહ લગ્નના મુખ્ય આયોજક અને દાતા પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ અને સમૂહ લગ્ન સમિતિ દ્રારા કરવામાં આવ્યો છે.

 

ત્યારે આ સમુહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કરીયાવર અર્પણ કરવાનો એક કાર્યક્રમ તા. ૧૦ ફેબ્રુ. ૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોગાકેન્દ્રમાં યોજાયેલ હતો. આ સમુહ લગ્નમાં નોંધણી કરાવનાર કોળી સમાજની ૨૧ દિકરીઓને પૂર્વ ધારાસભ્ય અને મુખ્ય દાતા કાળુભાઈ રાઠોડ તરફથી ૨૧ સેટીપલંગ, ૨૧ કબાટ, તથા દરેક કન્યાઓને રોકડ રૂા. પ૦૦૦ પુરાનો કરીયાવર આપવામાં આવેલ હતો. સાથો સાથ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર તાલુકાના કોળી સમાજના દાતા સ્વ. લખમણભાઈ રામભાઈ બાંભણીયા, સ્વ. બાબુભાઈ લખમણભાઈ બાંભણીયા, સ્વ. પુનાભાઈ લખમણભાઈ બાંભણીયા હસ્તે ચંદુભાઈ બાંભણીયા તરફથી ખુરશી નંગ-૨૧ તેમજ કાળુભાઈ મસરીભાઈ શિયાળ, ખત્રીવાડા તરફથી કુકર નંગ-૨૧, તથા સ્વ. વીરાભાઈ પાલાભાઈ બાંભણીયા, દેલવાડા સ્વ. બાબુભાઈ ભગવાનભાઈ ડોડીયા, તથા સ્વ. રઈબેન નાનુભાઈ ગઢીયા, હસ્તે હિરેનભાઈ, વસંતભાઈ મંત્રી, વિજયભાઈ મંત્રી તરફથી મીકક્ષર નંગ-૨૧ તેમજ સ્વ. ભીમાભાઈ પાંચાભાઈ બાંભણીયા હસ્તે જયંતિભાઈ ભીમાભાઈ બાંભણીયા (પ્રિન્સ કન્સ્ટ્રકશન) ઉના તરફથી પાણીની મોટી ગોળી નંગ-૨૧ તેમજ દેવચંદભાઈ બચુભાઈ વાજા,  બાલાભાઈ બચુભાઈ વાજા તરફથી ડીનરસેટ નંગ-૨૧ તથા કનુભાઈ દેવશીભાઈ બારડ તરફથી ટીનના મોટા ડબ્બા નંગ-૨૧ તેમજ મનુભાઈ અરજણભાઈ બાંભણીયા તરફથી સ્ટીલના ત્રાસ નંગ-૨૧, તથા  રામજીભાઈ ચનાભાઈ વાજા, સદસ્ય ન.પાલિકા તરફથી સ્ટીલની હેલ નંગ-૨૧ તથા રમેશભાઈ મનુભાઈ સોલંકી, (પયાભાઈ) તરફથી કેસરોલ નંગ-૨૧ તેમજ સામતભાઈ સાદુળભાઈ ચારણીયા કાજરડી વાળા તરફથી સ્ટીલની ખાટલી નંગ-૨૧ તથા સ્વ. કાનાભાઈ અરજણભાઈ ડાભી હસ્તે રાજુભાઈ ડાભી, તથા બાબુભાઈ ડાભી તરફથી પેટી ડબ્બા નંગ-૨૧ આમ કુલ દરેક દિકરીઓને ૧૩-૧૩ વસ્તુઓ કરીયાવર રૂપે ભેટ અપાયેલ હતી.

 

આ સમારોહમાં મુખ્ય દાતા કાળુભાઈ રાઠોડ, કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયા, અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયા, પરેશભાઈ બાબુભાઈ બાંભણીયા, રામજીભાઈ વાજા, રાજુભાઈ ડાભી, ભોળુભાઈ સી. રાઠોડ, શ્રી બાબુભાઈ ડાભી, વિજયભાઈ કે. રાઠોડ, અશ્વીનભાઈ ડાભી, સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, વિજયભાઈ પરમાર, હિરેનભાઈ બાંભણીયા, વસંતભાઈ ગઢીયા, વિજયભાઈ ડોડીયા, શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ, મહામંત્રી સુનીલભાઈ મુલચંદાણી, કાંતીભાઈ છગ, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષી, ભાવેશભાઈ સેવરા, મુન્નાભાઈ બાંભણીયા (ભગત) સહીત કોળીસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કાળુભાઈ રાઠોડ એ દરેક દિકરીઓને સુખી લગ્ન જીવનની

શુભકામનાઓ પાઠવી આર્શીવાદ આપ્યા હતા…

-કોળી-મંડળ-આયોજીત-સમૂહ-લગ્નમાં-જોડાનાર-૨૧-દિકરીઓને-કરીયાવર-અર્પણ-કરાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *