ઉના પંથકના માઢગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.
શાળા પ્રવેશોત્સવમાં આવતા બાળકો આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે.
સાગર નિર્મળ
24/06/2022
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી કારણે શાળામાં નવા આવતા બાળકોને પ્રવેશ તો આપવામા આવી રહ્યો હતો પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે શાળામાં પ્રવેશોત્સવતો ઉજવવી શકાતો ન હતો. હાલ ગૂજરાત રાજયમાં તમામ શાળામાં નવા વર્ષની શરૂઆત થતાં જ બાળકોને પ્રવેશ આપવાની કામગીરી હાથ કરવામાં આવી રહી છે સાથે સાથે આંગણવાડી કેન્દ્રો પર પણ નવા આવતા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી દરમિયાન 24 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જેમાંથી 18 બાળકો જેમાં 10 કુમાર અને 8 કન્યાઓ હતી આ તમામ બાળકો માઢગામ આંગણવાડી કેન્દ્રમાં લાડુબહેન ચારણીયા પાસેથી પૂર્વ પ્રથામિક શિક્ષણ મેળવીને આવેલ હતા.
આ તકે શાળાના આચાર્ય રામજીભાઈ બી સોલંકી દ્વારા જણાવવમાં આવ્યું હતું કે જયારે બાળકો પાયાનું શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી કેન્દ્રો પર શીખીને આવે છે ત્યારે તેમનામાં શાળાએ જવા માટેનો એક લગાવ અનેરો જોવા મળે છે અને શાળાના માહોલમાં સહેલાઇથી ભળી પણ જતા હોય છે.
શાળા પ્રવેશોત્સવમાં ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ. બી. જાડેજા, ગામનાં સરપંચ હિરુબહેન બાંભણીયા, ગામના આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેન, બાળકોના વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


