ઉના 93 વિધાનસભાની બેઠક પરના ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર કે. સી. રાઠોડના સમર્થનમાં ઉના ગીરગઢડા રોડ ઉપર આવેલ સુગર ફેક્ટરીની બાજુમાં મોદી ગ્રાઉન્ડમાં ઉભુ કરાયેલ હેલીપેડ પર કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાનું આગમન થતા કે સી રાઠોડે પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યુ હતું. અને શહેરમાં ત્રિકોણબાગ રાવણા વાડી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ઉતર પ્રદેશ કેન્દ્રીય મંત્રી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહીલા દર્શનાશીગજી પણ ઊપસ્થિત રહ્યા હતા. ભાજપ ઉમેદવાર કેસી રાઠોડ તેમજ ડાયાભાઇ જાલોંધરા, રાજુભાઇ ડાભી, સામતભાઇ ચારણીભાઇ, વિશાલભાઇ વોરા, હરીભાઈ સોલંકી, વિજયભાઇ બાંભણીયા સહીતના જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકાભરના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં ભાષણ કરી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે રાજ્યસભામાં ચીસો પાડીને નર્મદા માટે રજુઆત કરતા હતા, સાંભળે જ નહીં વગર માઇકે એમના કાનમાં ધાક પડેને એવી ચીસો પાડી હતી, શું કહું તમને એ માણસની રેખા પણ ના બદલે, દાંતે ના કાઢે અને ખીજાય પણ નહીં તો મને એમ થાય કે હું રાજસભામાં છું કે બારે છું પછી ખબર પડે આપણે તો અહીં જ છીએ પણ આ હજ્જડબમ છે.
આપણે જીડીપી ગ્રોથ રેટમાં ગયા વર્ષે ૬ નંબર પર હતા અને પાંચ નંબર પર આવ્યા આપણી પહેલા પાંચમાં નંબરે ઇગ્લેન્ડ હતુ કે જેને ૧૫૦ વર્ષ ભારત પર રાજ કર્યુ. તેની સાઇડ કાપીને મોદીએ કિધું વાંહે રે ભુરીયા અમે પાંચમાં નંબરે પર છે.
એ લોકોએ બોર્ડ માર્યા અમારૂ કામ બોલે છે, ૩૦ વર્ષથી તો નથીને એવું ક્યુ કામ કર્યુ કે તમારૂ કામ બોલે છે, તમને યાદ કરાવા આવ્યો છુ કે આ ગાંડા બાવડ એણે વાવ્યા છે એ કામ બોલે છે એ સરકારે નર્સરીઓ કરી તી હેલીકોપ્ટ માંથી બી વેણા, આપણા ગલ્ઢા કહેતા બાવળ ન વવાય વાવા હોય તો આંબા વવાઇ આણે વાવ્યા હવે કઢામણ અમારા ભાગે આવ્યું..
આ ઉપરાંત વધુમાં જણાવેલ કે આ વખતે બે હાથ જોડીને વિનંતી કરૂ છુ કે કોંગ્રેસ પાર્ટીની ડિપોઝીટ જાયને તે પ્રકારનું મતદાન થવુ જોઇએ.
પ્રહારો કરતા કહેલ પ્રચંડ મંતદાન કરીને કાળુભાઇ રાઠોડને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોનો રૂપાલાએ આભાર વ્યક્ત કરેલ હતો.


