ઉના શહેર માંથી પસાર થતો મુખ્ય હાઈવે રોડ પરથી રોજના હજારો વાહન ચાલકો અવર જવર કરતા હોય છે. ઉના બાયપાસ શરૂ થવાના હજુ ઠેકાણા નથી. ત્યારે મોટા વાહનો શહેર માંથી પસાર થતાં હોય ત્યારે ટ્રાફિક તેમજ અકસ્માતની ઘટના અવાર નવાર સર્જાઈ છે. ગઈ કાલે એક ટ્રક ચાલકે શાકમાર્કેટ પાસે છકડો રિક્ષા તેમજ બાઈક વાહનોને હડફેટે લીધા હતા. ત્યા આજે બપોરના સમયે ઉના પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે વૃદ્ધ મહીલાને હડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
ઉના શહેરમાં રામજી મંદિર પાસે રહેતા વસંતાબેન અનંતરાય દેસાવલ ઉ.વ.70 આ વૃદ્ધ મહીલા પોલીસ લાઇન સામે રસ્તા પર ચાલીને જતાં હોય એ દરમ્યાન અચાનક ટ્રક નં. જી. જે.12 બી ઝેડ 8515 ના ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા ટ્રકના આગળના વિલના ટાયર મહિલાના પગ તેમજ માથાના ભાગે ફળી વળતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યું હતું. આ અકસ્માત થયાં રસ્તા પરથી પસાર થતા વાહનનો ટ્રાફીક સર્જાયો હતો. અને ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક હળવી કરેલ. આ અકસ્માતમાં મૃતક વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ. ત્યા તેમનાં પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. અને આ અંગે પોલીસે ટ્રક ચાલકની અટક કરી પોલીસ સ્ટેશને લઈ જઈ તેની સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે..


