Gujarat

ઉનાના અંજાર ગામ નજીક યુવાન પર બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો

ઉના
ઉનાના અંજાર ગામ નજીક બે શખ્સોએ યુવાન પર અગાઉનું મનદુઃખ રાખી લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેલવાડા ગામે રહેતા શામજીભાઇ મસરીભાઇ બારૈયા અને તુલશીભાઇ મેર વચ્ચે આજથી આશરે એકાદ વર્ષ પહેલા બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી નિમીત મેર તેમજ કાના મજેઠીયા આ બન્ને શખ્સોએ અંજાર જવાના રોડ પાસે ચોકડીની આગળ નાળા પાસે શામજીભાઇને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનના પાછળ વાસાના ભાગે ઇજા કરી જ્ઞાતિ વિરૂધ્ધ અપશબ્દો અને ગાળો બોલી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે શામજીભાઇ બારૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો વિરૂધ એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *