ઉનાના કાજરડી ગામના ખેડુત પરિવારની કોળી સમાજની દિકરી ઈન્ડિયન નેવીમાં પસંદગી પામી સિલેક્શન થતા સમગ્ર તાલુકા અને કોળી સમાજનું ગૌ૨વ વધાર્યુ હતું. આ બદલ તેમનાં પરિવાર તથા તાલુકાના કોળી સમાજના આગેવાનો દ્વારા દિકરીને આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાજરડી ગામના ખેડૂત બીજલભાઈ રાઠોડની દિકરી કિરણબેન બીજલભાઈ રાઠોડ એ ઈન્ડિયન નેવીમાં ભરતીમાં સિલેક્શન થઈ હતી. અને આ દીકરીની ટ્રેનિંગમાં પસંદગી થઈ છે. જે હાલ ઓડીસા ખાતે ચિલ્કા નુકાર્સ ટ્રેનિંગ આપી રહી છે. સમગ્ર ગુજરાત કોળી સમાજ માંથી પ્રથમ વિદ્યાર્થીની કિરણબેન ઇન્ડિયન નેવીમાં સિલેક્શન થતા સમગ્ર ગુજરાત કોળી સમાજ અને ઉના તાલુકા અને પોતાનું વતન કાજરડી ગામનું નામ રોશન કરી ગૌરવ વધાર્યુ છે.


