Gujarat

ઉનાના મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકાદશમ મહારુદ્ર યજ્ઞ યોજાયો

    ગિરગઢડા
    ભરત ગંગદેવ
ઉનાના શહેર ના પૌરાણિક મંદિર મોદેશ્વર મહાદેવના મંદિરે ઋષિતોયાના પટરાંગણ યોજાયો એકાદશી મહારૂદ્ર યજ્ઞ
આ યજ્ઞ તારીખ-૬/૭/૮ એમ ત્રણ દિવસનો મહારૂદ્ર યજ્ઞનુ
આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ ના મુખ્ય યજમાન
કાન્તીભાઈ ભગવાનભાઈ ડાભી બિરાજમાન થયા હતા સાથે ૫૩ જોડી આ મહારૂદ્ર યજ્ઞમાં જોડાયા હતા જેમાં શિવ ભગીરથ મંડળ
દ્વારા સતત ત્રિદિવસય સેવાયજ્ઞ કાર્ય કરવામાં આવ્યું હતું  આ આયોજન દરમિયાન શિવજીની શોભાયાત્રાનું પણ ભવ્યાતિભવ્ય આયોજન
કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા પુરા શહેર ના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ લોકોનું અભિવાદન સાથે  સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે કળસ પુજા કરી શહેરના મુખ્ય માર્ગ ટાવરચોક વિસ્તારમાં થઈ શોભાયાત્રા મંદિરે પહોંચી હતી જેનો નગરજનોને અનેરો શિવદર્શન નો લાભ
પ્રાપ્ત થયો હતો સાથે યજ્ઞના છેલ્લા દિવસે ઉના શહેર,
તાલુકાના લોકો,ભક્તજનો માટે મછુન્દ્રીના તટમાં
મહાપ્રસાદ ભવ્ય આયોજન સાથે કરવામાં આવ્યું હતું જેમાં ઉના શહેર, તાલુકાની ભક્તજનો મહાપ્રસાદનો લાભ લીધો હતો જેમાં હઝારોની સંખ્યામાં ભાવિકોનું માનવમે્હરામણ જોવા મળ્યું હતું જેમાં યુવા કોળી સંગઠન ઉનાના યુવાનો દ્વારા સેવાકીય જેહમત ઉઠાવી હતી આમ ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞમાં મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઋષિતોયા પટરાંગણમાં શિવ ત્યાં જીવના દર્શન નજરે દેખાયા હતા.ઉપરાંત આ ભગીરથ શિવ મંડળ દ્વારા પિતૃકાર્ય માટે પધારવામાં આવતી સુખધામની અસ્થિઓ
 નિઃશુલ્ક સેવા અર્થે હરિદ્વાર ગંગાજી માં પધરામણી પણ આ મંડળ દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *