Gujarat

ઉનામાં પહેલીવાર તપોવન હનુમાનજી મહારાજના મંદિર સુધીની ભવ્ય પદયાત્રા યોજાઈ..

ઉના ખેતલીયા મંડળ અને મયુરભાઈ ગાંધી દ્વારા ઉના થી તપોવન હનુમાનજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પદયાત્રામાં ૩૫૦ થી ૪૦૦ ભક્તો જોડાયા હતા. અને ડી જે માં ભક્તિ સાથે ગીતો સાથે વાજતે ગાજતે તપોવન હનુમાનજી મંદિરમાં મયુરભાઈ ગાંધી દ્વારા હનુમાનજી મહારાજના ૭ હનુમાન ચાલીશાના પાઠ અને થાળ અને ધજાનો ચઢાવી સહીતનો કાર્યક્રમ યોજાયો હતો. તપોવન મંદિરના પૂજારી દેવમુરારી બાપુ એ જણાવેલ કે ઉનામાં આ રીતે પહેલીવાર એટલી મોટી સંખ્યામાં ભક્તો એ પદયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. અને આ પદયાત્રામાં ૧૮ એ વરણનો સમાજ ભેગો થઇ આ કાર્યને બહુ સરસ આયોજન કર્યુ છે..

 

-તપોવન-હનુમાનજી-મહારાજના-મંદિર-સુધીની-ભવ્ય-પદયાત્રા-યોજાઈ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *