રૂ.૨૫ લાખ બિઝનેશ કરવા આપ્યા હતા, પરત ન કરતા પુત્ર માનસીક તણાવમાં આવી ગયો તો.
ઉનામાં રહેતા શિલ્પાબેન ભરતભાઈ ગોકળદાસ છગે ઉના પોલીસમાં જાહેરાત કરી છે કે તેનો પુત્ર કરણભાઈ
ભરતભાઈ છગ ગત તા.૨૬ સપ્ટે બપોરે 1 કલાકે ચીઠ્ઠી લખી ગુમ થઈ ગયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના શહેરમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા શિલ્પાબેનના જેઠ ગીરીશભાઈના જમાઈ કલ્પેશભાઈ અશોકભાઇ મશરૂ, તેમજ અલ્પેશભાઈ મશરૂના ભાઈ ભાવેશભાઇ અશોકભાઈ મશરૂ અને દિલીપભાઈ પ્રકાશભાઈ મશરૂને બિઝનેશ કરવા ભરતભાઈ ગોકળદાસ છગે રૂ. ૨૫ લાખ ઉછીના આપ્યા હતા. આ રૂ.૨૫ લાખ શિલ્પાબેન માંગતા હોય તે રૂપિયાની ઉઘરાણી અવાર નવાર કરતા હોય તેમ છતાં આ રૂપિયા પરત ન આપતા હોવાથી તેમના દિકરા કરણ ભરતભાઈ છગ ઉ.વ.૨૬ તેવો માનસિક તણાવમાં આવી જઇ ચીઠ્ઠી લખી ગત તા. ૨૬ સપ્ટે ના રોજ બપોરે મીલન કોમ્પ્લેક્ષ પાસે આવેલ દુકાને થી કોઈને કહ્યાં વગર ત્યાથી ચાલ્યો ગયો છે. તેની શોધખોળ કરવા છતાં મળી ન આવતા તેમના માતા શીલ્પાબેન ભરતભાઇ છગે તેમનો દિકરો ગુમ થઇ ગયેલ હોવાનું ઉના પોલીસમાં જાહેર કરેલ છે. આ અંગેની પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે..
