Gujarat

ઉમેદવારોએ તા.૨૩ ડિસેમ્બર સુધીમાં આઇ. ટી. આઈ કેમ્પસ જામનગર ખાતેથી ફોર્મ મેળવી પરત કરવાના રહેશે

ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ૧૫ દિવસીય બિનનિવાસી તાલીમ યોજના અમલમાં છે. જે અન્વયે તા.૨૦-૧૦-૨૦૨૨થી ૧૨-૧૧-૨૦૨૨ દરમિયાન રાજકોટ ખાતે યોજાયેલ આર્મીરેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ જામનગર અને દેવભૂમિ દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે ૧૫ દિવસીય પરીક્ષાલક્ષી બિનનિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ નિઃશુલ્ક બિનનિવાસી તાલીમમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ અરજી પત્રકો મદદનીશ નિયામક રોજગારની  કચેરી, આઇ. ટી. આઈ કેમ્પસ, જામનગર ખાતેથી વહેલી તકે મેળવી ૨૩-૧૨-૨૦૨૨ સુધીમાં જમા કારવવાના રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *