Gujarat

ઊના ગીરગઢડાની જીવાદોરી સમાજ રાવલ અને મચ્છુન્દ્રીમાં દિવાળી સુધી પાણી ચાલે તેટલુ ૯૨ ટકા જથ્થો છે.. ચોમાસુ મોડુ થાય તો પણ કોઇ પીવાના પાણી માટે જળસંકટ ઉભુ થાય તેમ નથી

ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી બન્ને ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોય અને લોકોને પીવાનું
પાણી તેમજ ખેડૂતોને સિંચાઇ યોજના હેઠળ રવિ –ઉનાળુ ખરીફ પાક માટે સિંચાઇનું પાણી કેનાલ દ્રારા આપવામાં આવે છે. તેમજ
દિવ સુધી પીવાનું પાણી આ ડેમ પુરૂપાડે છે. ત્યારે હાલની પરિસ્થિતી મુજબ ૨૦૨૨ના અંત સુધીમાં ડેમમાં આશરે ૯૨ ટકા થી વધુ
પાણીનો પોરતો જથ્થો છે. જેથી પીવાના પાણી માટે ચોમાસુ મોડુ થાય તો પણ આ તાલુકાને પાણીની સમસ્યા ઉભી નહી થાય..
તોકતે વાવાઝોડામાં પણ પોતાની આગવી સુજબુજ તેમજ સિંચાઇમાં પાણી રોટેશન કરી ગત વર્ષ પાણીનો બચાવ કરેલ અને જે
પાણી આ વર્ષ ખેડૂતો માટે આ વર્ષ વિસ્તારમાં ચોમાસુ નબળુ હોવા છતાં ચોમાસાના ત્રણ માસ બાકી હોય ડેમ ૯૦ ટકાથી વધુ
ભરાયેલ હોય તેવી ભાગ્યેજ બનતી ઘટના હોવાનું સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જયદિપકુમાર પટેલે જણાવેલ હતું.
બોક્ષ્ – રાવલ ડેમમાં પાણીનો જથ્થો ૨૪.૫૯૩ તેમજ મચ્છુન્દ્રી ડેમમાં ૩૦.૦૭૪૨ એમ સી એમ છે..
ગીરજંગલની મધ્યે આવેલ રાવલ સિંચાઇ યોજનામાં હૈયાત પાણીની આર. એલ. ઉંડાઇ ૧૪૭. ૯૫૫ મી. છે. અને હૈયાત જથ્થો
૨૪.૫૯૩ એમ સી એમ છે. તેમજ મચ્છુન્દ્રી ડેમમાં હાલ પાણીની ઉંડાઇ આર એલ ૧૦૯. ૧૫ છે. અને હાલ પાણીનો જથ્થો
૩૦.૦૭૪૨ એમ સી એમ છે..
બોક્ષ્ – ઉના ગીરગઢડા તાલુકાના ૪૦ થી વધુ ગામોને પીયતનું આપવામાં આવે છે.
ઊના ગીરગઢડા તાલુકાના ૪૦ થી વધુ ગામડામાં ખેડૂતોને સિંચાઇ યોજના હેઠળ રવિ ઉનાળુ તેમજ પ્રી.ખરીફ સિંચાઇ માટે પાણી
કેનાલ દ્રારા આપવામાં આવે છે. તેમજ દિવમાં રોજ ૮ એમ એલ ડી પીવાના પાણી આપવામાં આવે છે.

-રાવલ-અને-મચ્છુન્દ્રીમાં-દિવાળી-સુધી-પાણી-ચાલે-તેટલો-જથ્થો-છે-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *