ગીરગઢડામાં ૧ ઉના પંથકમાં અડધો થી એક ઇંચ..
ઊના – ઊના પંથકમાં ગત રાત્રીના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને વિજળીના કડાકાનને ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તા પરથી પાણી ચાલતા કરી દીધા હતા. અને આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલ બાદમાં ભારે ઠંડો પવન ફુકાયો હતો. અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તા પર પાણી ભરાતા તળાવો જેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા જાણે તળાવો ભર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા. અને શહેરમાં પણ રાત્રીના ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બાદમાં આજે બપોર બાદ ઝાંપટા વરસી જતાં મુખ્ય બિસ્માર રસ્તાઓ પર પાણી ભરાતા ભારે કિચડનું સામ્રાજ્ય સર્જાયેલ જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. ગીરગઢડા ૧, તેમજ ઊના, ખાપટ, વડવીયાળા, જરગલી, ઉમેજ, પાતાપર, સહીત અમુક ગામોમાં અડધોથી એક ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો.


