ઊના શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગયો હોય તેમ અવાર નવાર ચોરી, મારામારી, ચિલઝડપ જેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે બે દિવસ પહેલા શહેરના ટાવર ચોક નજીક લોકોની સતત અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમાં યુવાનના ખિસ્સા માંથી અજાણ્યા બે ગઠીયાએ મોબાઇલની ચિલઝડપ કરી નાશી જતાં આ બાબતે પોલીસમાં ફરીયાદ કરેલ હતી.
ઉના શહેરના નિચલા રહીમ નગર વિસ્તારમાં રહેતા સલીમભાઇ એસ કાજાણી ટાવર ચોક નજીક આવેલ વિજય મેડીકલમાં દવા લેવા માટે ગયેલ હતા. ત્યારે અજાણ્યા બે શખ્સો મોઢે બાંધી આવેલ અને સલીમભાઇના ઉપલા ખિલ્લામાં રાખેલ મોબાઇલ આ બન્ને શખ્સોએ પાછળથી સેરવી લઇ નાશી છુટ્યા હતા. આ મોબાઇલની ચિલઝડપની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી. અને આ અંગે સલીમભાઇએ પોલીસમાં લેખિત ફરીયાદ કરી સીસીટીવી ફુટેજ આધારે બે શખ્સોને તાત્કાલીક પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા અને પોતાના મોબાઇલ તેમજ તેમાં રહેલ સીમ અને ડેટા પરત મળી જાય તેવી પોલીસમાં રજુઆત કરતા પોલીસે સીસી ટીવી ફુટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધેલ…


